News Continuous Bureau | Mumbai
Elvish yadav: વર્ષ 2023 માં એલ્વિશ યાદવ પર નોઈડામાં આયોજિત પાર્ટીમાં કથિત રીતે સાપનું ઝેર સપ્લાય કરવાનો આરોપ હતો. નોઈડા પોલીસે એલ્વિશ સહિત સર્પ પ્રેમીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તેમજ 5 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ મામલે એલ્વિશની પણ પૂછપરછ કરવામાં આવી હતી.નોઈડા પોલીસે પાર્ટીમાં મળી આવેલા સાપ ના ઝેરના સેમ્પલ માટે એફએસએલ માં મોકલ્યા હતા. હવે એફએસએલ રિપોર્ટ સામે આવ્યો છે .
આ સમાચાર પણ વાંચો : Ibrahim ali khan and Khushi kapoor: ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર ની ફિલ્મ નું થયું નામકરણ, આ વિષય પર આધારિત હશે ફિલ્મ ની વાર્તા
એલ્વિશ યાદવ મુકાયો મુશ્કેલીમાં
FSL નો રિપોર્ટ સામે આવ્યો છે જેને જોતા એવું લાગે છે કે એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી શકે છે. FSL ના રિપોર્ટ મુજબ આ સેમ્પલમાં કોબ્રા-ક્રેટ પ્રજાતિના સાપનું ઘાતક ઝેર મળી આવ્યું છે. સાંસદ મેનકા ગાંધીની એનજીઓ પીપલ ફોર એનિમલ્સ દ્વારા એલ્વિશ યાદવ અને 6 લોકો વિરુદ્ધ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ અને આઈપીસીની કલમ 120 A હેઠળ FIR નોંધવામાં આવી હતી. આ FIR મુજબ એલ્વિશ યાદવ જીવતા સાપ સાથે પાર્ટીઓમાં વિડીયો શૂટ કરતો હતો તેમજ રેવ પાર્ટીઓમાં સાપ અને તેના ઝેરનો ગેરકાયદેસર ઉપયોગ પણ થતો હતો. રેવ પાર્ટીઓમાં વિદેશી યુવતીઓની સંડોવણી પણ સામે આવી હતી.નોઈડાની આ પાર્ટીમાંથી પોલીસને 9 જીવતા ઝેરીલા સાપ અને 20 મિલી ઝેર મળી આવ્યું હતું.