News Continuous Bureau | Mumbai
Elvish yadav: બિગ બોસના વિજેતા એલ્વિશ યાદવ વિરુદ્ધ રેવ પાર્ટીનું આયોજન કરવા અને તેમાં વિદેશી છોકરીઓ સાથે ઝેરીલા સાપ લાવવા બદલ નોઈડા પોલીસે તેની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેસ નોંધાયા બાદથી એલ્વિશ યાદવ ફરાર છે. આ કેસમાં પોલીસે એલ્વિશ ની ગેંગમાં સામેલ 5 લોકોની ધરપકડ કરી છે. હવે આ મામલે આરોપી એલ્વિશ યાદવે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.
એલ્વિશ યાદવે પોસ્ટ કર્યો વિડીયો
રેવ પાર્ટી નું આયોજન કરવા અને વિદેશી છોકરીઓ તેમજ ઝેરીલા સાપ ને લાવનાર બિગ બોસ વિજેતા એલ્વિશ યાદવ વિરુદ્ધ કેસ નોંધાયા બાદ ફરાર યુટ્યુબર એ વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયો માં તે કહી રહ્યો છે કે, ‘હા મિત્રો, હું તમારો એલ્વિશ યાદવ છું, હું સવારે ઉઠ્યો અને જોયું કે મારા વિશે કેવા પ્રકારની વાતો કરવામાં આવી રહી છે. મીડિયામાં સમાચાર ફેલાઈ રહ્યા છે કે એલ્વિશ યાદવની ધરપકડ કરવામાં આવી છે. એલ્વિશ યાદવ ડ્રગ્સ સાથે પકડાયો… આવી રીતે પકડાયો. આ બધી વાતો જે મારી વિરુદ્ધ ફેલાવવામાં આવી રહી છે, મારા પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે, બધા નકલી છે. આમાં એક ટકા પણ સત્ય નથી.’હું યુપી પોલીસને સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છું. હું યુપી પોલીસ, સમગ્ર વહીવટીતંત્ર અને માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરીશ કે જો આ બાબતમાં મને એક ટકા… પોઈન્ટ 1 ટકા પણ સંડોવણી મળે, તો હું તમામ જવાબદારી લેવા તૈયાર છું. અને હું મીડિયાને પણ વિનંતી કરું છું કે જ્યાં સુધી તમારી પાસે નક્કર પુરાવા ન હોય ત્યાં સુધી મારું નામ બદનામ ન કરો. જે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે, મારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી…100 માઈલ સુધી મારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી…. જો આ સાબિત થશે તો હું તેની જવાબદારી લેવા તૈયાર છું.”
View this post on Instagram
નોઈડા પોલીસે જે એફઆઈઆર નોંધી છે તે મુજબ એલ્વિશ યાદવની રેવ પાર્ટીમાં વિદેશી યુવતીઓને પણ આમંત્રિત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ‘હાલ એલ્વિશ યાદવ આ કેસમાં ફરાર છે. પોલીસે ધરપકડ કરેલા આરોપીઓના કબજામાંથી નવ ઝેરી સાપ મળી આવ્યા છે. આ કેસમાં એલ્વિશ યાદવ અને અન્ય સહિત 6 નામના વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. હવે પોલીસ એલ્વિશ યાદવની ધરપકડ કરવામાં વ્યસ્ત છે.’
આ સમાચાર પણ વાંચો : Elvish Yadav: બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ ફરી વિવાદમાં! ગંભીર આરોપો સાથે નોંધાઈ FIR