News Continuous Bureau | Mumbai
Emergency Release: બોલિવૂડની પંગા કવિન અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીને સેન્સર બોર્ડ તરફથી ક્લીનચીટ મળી ગઈ છે. આ ફિલ્મ હવે રિલીઝ માટે તૈયાર છે. કંગનાની આ ફિલ્મ લાંબા સમયથી વિવાદોમાં ફસાયેલી હતી. પરંતુ હવે રિલીઝનો માર્ગ મોકળો થઈ ગયો છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેની ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળી ગયું છે. જોકે, ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.
Emergency Release: ઈમરજન્સી ને સર્ટિફિકેટ મળ્યું
અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું અમે ટૂંક સમયમાં જ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરીશું. હું તમારી ધીરજ અને સમર્થન માટે આભારી છું.
We are glad to announce we have received the censor certificate for our movie Emergency, we will be announcing the release date soon. Thank you for your patience and support 🇮🇳
— Kangana Ranaut (@KanganaTeam) October 17, 2024
નોંધનીય છે કે કંગનાની આ ફિલ્મ અગાઉ 6 સપ્ટેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ શીખ સંગઠનોના વિરોધ બાદ તેની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. શીખોનો આરોપ છે કે ફિલ્મમાં તેમના સમાજની ખોટી છબી રજૂ કરવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર 14 ઓગસ્ટના રોજ બહાર આવ્યું હતું, ત્યારથી ફિલ્મને લઈને વિવાદ ઉભો થયો હતો. પંજાબમાં ફિલ્મના વિરોધમાં દેખાવો થયા હતા અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.
એટલું જ નહીં સીબીએફસીએ પહેલા ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું હતું, પરંતુ જ્યારે શીખ સમુદાયનો ગુસ્સો સામે આવ્યો અને લોકો વિરોધમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટ પહોંચ્યા, ત્યારે કેન્દ્ર સરકારે કહ્યું કે હજુ સુધી મેકર્સને સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી. મધ્યપ્રદેશ હાઈકોર્ટે સીબીએફસીને આદેશ આપ્યો કે પ્રમાણપત્ર આપતા પહેલા શીખોના વાંધાઓ પર ધ્યાન આપે.
Emergency Release: કંગનાએ ફિલ્મમાં કરવા પડ્યા આ ફેરફાર
તો બીજી તરફ નિર્માતાઓએ પણ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ફિલ્મને સર્ટિફિકેટ ન મળતાં બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો. સીબીએફસીએ એક રિવાઇઝિંગ કમિટીની રચના કરી હતી, જેણે ફિલ્મમાં કંગનાને ફેરફાર સૂચવ્યા હતા. મળતી માહિતી મુજબ સેન્સર બોર્ડે સર્ટિફિકેટ પાસ કરવા માટે શરતો રાખી હતી. તેણે ફિલ્મના કેટલાક સીન સામે વાંધો ઉઠાવ્યો હતો. નિર્માતાઓને આમાં ફેરફાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અને ઐતિહાસિક મુદ્દાઓ પર ડિસ્ક્લેમર મૂકવાનો આદેશ આપ્યો.
આ સમાચાર પણ વાંચો : Kangana Ranaut Emergency: કંગનાની ફિલ્મ ઈમરજન્સીની રિલીઝનો રસ્તો સાફ? સેન્સર બોર્ડે મૂકી આ શરત..
જણાવી દઈએ કે કંગનાએ ફિલ્મ ઈમરજન્સીમાં દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. અભિનયની સાથે તેણે આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ પણ કર્યું છે. ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી જેવા ઘણા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.