News Continuous Bureau | Mumbai
Emraan Hashmi: ઈમરાન હાશ્મી તેની નવી વેબ સિરીઝ ‘શો ટાઈમ’ ને લઈને ચર્ચામાં છે. આ વેબ સિરીઝ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા પાવર-સ્ટ્રગલ પર ફોકસ કરે છે આ સિરીઝ માં ઇમરાન હાશ્મી એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટારની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત આ કોન્સેપ્ટ માં તે નેપોટિઝમ વિશે પણ વાત કરતો જોવા મળશે. પોતાના નવા શોનું પ્રમોશન કરી રહેલા ઈમરાને એક નવા ઈન્ટરવ્યુમાં બોલિવૂડમાં સત્તા-સંગ્રામ નેપોટિઝ્મ’ અંગે ચાલી રહેલી સૌથી મોટી ચર્ચા પર ખુલીને વાત કરી હતી.આ ઇન્ટરવ્યૂ દરમિયાન ઇમરાને કહ્યું હતું કે તેને કંગના નું નેપોટિઝ્મ વાળું નિવેદન ખોટું લાગ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Anant and Radhika pre wedding bash: અનંત અને રાધિકા ની પ્રિ વેડિંગ સેરેમની માં આવેલા મહેમાનો ને મળી રિટર્ન ગિફ્ટ, જાણો અંબાણી પરિવારે તેમના મોંઘેરા મહેમાનો ને શું આપ્યું
ઇમરાન હાશ્મી એ કરી નેપોટિઝ્મ પર વાત
મીડિયા ને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઇમરાને કહ્યું,”વ્યક્તિગત રીતે, હું કંગનાને એક કલાકાર તરીકે ખૂબ જ પસંદ કરું છું.શક્ય છે કે તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક ખરાબ અનુભવો થયા હશે. મેં તેની સાથે ગેંગસ્ટર ફિલ્મમાં કામ કર્યું છે. તે ફિલ્મમાં તેનો રોલ મારા કરતા મોટો અને મહત્વનો હતો. તેથી જ તેને તે ફિલ્મથી એક્સપોઝર મળ્યું. તેથી, મને નથી લાગતું કે માત્ર નેપોટિઝ્મ વાળા લોકોને તક મળે. જો કે, કંગનાનો પોતાનો અભિપ્રાય હોઈ શકે છે, પરંતુ સમગ્ર ઈન્ડસ્ટ્રીને દોષ આપવો ખોટું છે. કેટલાક હોઈ શકે છે. ઉદ્યોગમાં દરેક જણ ડ્રગ એડિક્ટ નથી.એવો ખ્યાલ છે કે અહીં માત્ર નેપોટિઝમ કામ કરે છે. મને લાગે છે કે તે મૂર્ખ હતું, મને નથી લાગતું કે તેમાં કોઈ સત્ય છે.”