Anant and Radhika pre wedding bash: ઝગડા ના સમાચાર વચ્ચે એક સાથે જોવા મળ્યો પૂરો બચ્ચન પરિવાર, જામનગર એરપોર્ટ પર થયો સ્પોટ, જુઓ વિડીયો

Anant and Radhika pre wedding bash: અનંત અને રાધિકા ના ત્રણ દિવસીય પૂર્વ વેડિંગ ફંક્શન માં ઘણી મોટી હસ્તીઓ એ હાજરી આપી હતી. આ ફંક્શન ના છેલ્લા દિવસે બચ્ચન પરિવાર પણ જામનગર પહોંચ્યો હતો. કાર્યક્રમ પતાવી ને પૂરો બચ્ચન પરિવાર જામનગર એરપોર્ટ પર સ્પોટ થયો હતો

by Zalak Parikh
entire bachchan family spotted at jamnagar airport after attending anant and radhika pre wedding bash

News Continuous Bureau | Mumbai 

Anant and Radhika pre wedding bash: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંક્શન ની સમાપ્તિ થઇ છે. આ ત્રણ દિવસ ચાલેલા કાર્યક્રમ માં ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. બચ્ચન પરિવાર અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ના છેલ્લા દિવસે જામનગર પહોંચ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી બચ્ચન પરિવાર માં ઝગડા વિશે વાતો થઇ રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ઐશ્વર્યા તેના પતિ નું ઘર છોડી તેની માતા ના ઘરે રહે છે. હવે આ બધાની વચ્ચે અમિતાભ બચ્ચન, શ્વેતા બચ્ચન, જયા બચ્ચન, અગસ્ત્ય નંદા, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન જામનગર પહોંચ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Akshay kumar: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ની સંગીત સેરેમની માં અક્ષય કુમારે મહેમાનો ને ગીત ગાવા કર્યા મજબુર, ગુડ નાલ ઇશ્ક મીઠા ગાતો જોવા મળ્યો ખેલાડી કુમાર

એક સાથે જોવા મળ્યો આખો બચ્ચન પરિવાર 

અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં અમિતાભ બચ્ચને પણ તેના પુરા પરિવાર સાથે હાજરી આપી હતી. જોકે બાદ માં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યા બચ્ચન, નવ્યા નવેલી નંદા, શ્વેતા બચ્ચન, અને અગસ્ત્ય નંદા એક સાથે જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા હતા, તેઓ કાર્યક્રમ બાદ મુંબઈ પરત ફરી રહ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)


આ વિડીયો સામે આવ્યા બાદ એવું લાગી રહ્યું છે કે, બચ્ચન પરિવાર વિશે જે વાતો થઇ રહી છે તે માત્ર એક અફવા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More