News Continuous Bureau | Mumbai
Manipur : મણિપુરમાં બે મહિલાઓ સાથે થયેલી હેવાનિયતે એ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જેના કારણે બોલિવૂડમાં પણ હલચલ મચી ગઈ છે. ટોળા દ્વારા મહિલાઓની નગ્ન પરેડ નો વાયરલ વીડિયો જોયા બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. બોલિવૂડ એક્ટર સોનુ સૂદથી લઈને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડાયરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીએ આ મામલે પ્રતિક્રિયા આપી અને આ મામલાને શરમજનક ગણાવ્યો.
બોલિવૂડ સેલિબ્રિટી ના રિએક્શન
અક્ષય કુમારની પ્રતિક્રિયા
આ બાબતે બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે પહેલા જ ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા શેર કરી હતી. તેણે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું, ‘મણિપુરમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાનો વીડિયો જોઈને આઘાત લાગ્યો, નારાજ થયો. હું આશા રાખું છું કે ગુનેગારોને એટલી આકરી સજા થશે કે કોઈ ફરી આવું જઘન્ય કૃત્ય કરવાનું વિચારે નહીં.
Shaken, disgusted to see the video of violence against women in Manipur. I hope the culprits get such a harsh punishment that no one ever thinks of doing a horrifying thing like this again.
— Akshay Kumar (@akshaykumar) July 20, 2023
કિયારા અડવાણીની પ્રતિક્રિયા
કિયારા અડવાણીએ ટ્વીટ કર્યું, ‘મણિપુરમાં મહિલાઓ સામેની હિંસાનો વીડિયો ભયાનક છે અને તેણે મને હચમચાવી નાખી છે. હું પ્રાર્થના કરું છું કે મહિલાઓને વહેલી તકે ન્યાય મળે. જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે તેઓને સખત સજાનો સામનો કરવો પડશે, જેના તેઓ હકદાર છે.
The video of violence against women in Manipur is horrifying and has shaken me to the core. I pray the women get justice at the earliest. Those responsible must face the most SEVERE punishment they deserve.
— Kiara Advani (@advani_kiara) July 20, 2023
સોનુ સૂદની પ્રતિક્રિયા
દરેકની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા અભિનેતા સોનુ સૂદે પણ મણિપુરની આ ભયાનક ઘટના પર ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા શેર કરી છે. અભિનેતાએ લખ્યું, ‘મણિપુરના વીડિયોએ દરેકના દિલને હચમચાવી નાખ્યું છે. તે માનવતાની પરેડ હતી..સ્ત્રીઓની નહીં.
Manipur video has shaken everyone’s soul.
It was humanity that was paraded..not the women💔💔— sonu sood (@SonuSood) July 20, 2023
આ સમાચાર પણ વાંચો: શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2024ની ચુંટણીમાં સતત ત્રીજી વખત જીતનો પરચમ લેહરાવી શકશે… જાણો અહીંયા NDA ની સંપુર્ણ રણનીતીક વ્યુરચના…
વિવેક રંજન અગ્નિહોત્રી ની પ્રતિક્રિયા આપી
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. દિગ્દર્શકો સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. વિવેકે પોતાની લાંબી પોસ્ટમાં વાત કરી અને સમગ્ર ઘટનાને શરમજનક ગણાવી. બંને મહિલાઓની માફી પણ માંગી હતી. તેમની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે.
MANIPUR:
Moplah, Direct Action Day, Noakhali, Bangladesh, Punjab, Kashmir, Bengal, Kerala, Assam, Bastar and now Manipur…
Every time our innocent mothers and sisters become the ultimate victims of inhuman, barbarian acts.
As a Bharatiya, as a man, as a human being, I am…
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 20, 2023
રેણુકા શહાણેની પ્રતિક્રિયા
બોલિવૂડની મજબૂત અભિનેત્રી રેણુકા શહાણેએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે લખ્યું, ‘શું મણિપુરમાં અત્યાચાર રોકવા માટે કોઈ નથી? જો બે મહિલાઓના તે અવ્યવસ્થિત વિડિયોએ તમને તમારા મૂળ સુધી હચમચાવી ન દીધા હોય, તો શું તમારી જાતને માનવ કહેવાનું પણ યોગ્ય છે, ભારતીય કે ઇન્ડિયન તો છોડી દો? તે માનવતા હતી જે પરેડ કરવામાં આવી હતી… સ્ત્રીઓ નહીં.
Is there no one to stop the atrocities in Manipur? If you are not shaken to the core by that disturbing video of two women, is it even right to call oneself human, let alone Bharatiya or Indian!
— Renuka Shahane (@renukash) July 19, 2023
માનવતાને શરમાવે તેવા આ વાયરલ વીડિયોને જોયા બાદ બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.