Site icon

Esha deol divorce: 11 વર્ષ બાદ એશા દેઓલે આણ્યો લગ્ન જીવન નો અંત! ધર્મેન્દ્ર અને હેમા માલિની ની દીકરી એ લીધા પતિ ભરત તખ્તાની થી છૂટાછેડા!

Esha deol divorce: એશા દેઓલ બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી છે. અભિનેત્રી ઉપરાંત તે હેમા માલિની અને ધર્મેન્દ્ર ની દીકરી પણ છે. હવે એશા દેઓલ ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ એશા દેઓલે તેના પતિ ભરત તખ્તાની સાથે છૂટાછેડા લઇ લીધા છે.

esha deol bharat takhtani part ways after 11 years of marriage

esha deol bharat takhtani part ways after 11 years of marriage

News Continuous Bureau | Mumbai 

Esha deol divorce: એશા દેઓલ દિગ્ગ્જ કલાકારો હેમા માલિની અને ધર્મેન્દ્ર ની દીકરી છે આ ઉપરાંત તે બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી પણ છે. એશા દેઓલે 2002માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ તે તેના માતા પિતા અને ભાઈ સની અને બોબી જેટલી સફળ નહોતી રહી. થોડા વર્ષો સુધી બિઝનેસમેન ભરત તખ્તાની ને ડેટ કર્યા બાદ બંને એ 29 જૂન 2012ના રોજ ધામધૂમ થી લગ્ન કર્યા હતા. હવે એશા દેઓલ ને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ લગ્નના 11 વર્ષ બાદ એશા અને ભરતે અલગ થવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Grammy award 2024: ગ્રેમી એવોર્ડ 2024માં છવાયું ભારત,આ ભારતીય કલાકારો એ પુરસ્કાર જીતી ને કર્યું દેશ નું નામ રોશન

 

એશા દેઓલે લીધો ભરત તખ્તાની થી અલગ થવાનો નિર્ણય 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એશા અને ભરતે એક નોટ શેર કરીને આ જાણકારી આપી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, તેમણે કહ્યું, ‘અમે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમારા જીવનમાં આવેલા આ પરિવર્તન પછી અમારા બંને બાળકોનું કલ્યાણ સૌથી મહત્વપૂર્ણ રહેશે.’


ઘણા સમયથી મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે બંને વચ્ચે બધુ બરાબર નથી. જોકે, હવે એશા અને ભરત ના છૂટાછેડા ના સમાચાર સામે આવી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Saba Azad: ઋતિક રોશન સાથે રિલેશનશિપમાં હોવા છતાં સબા આઝાદ એ તેના એક્સ બોયફ્રેન્ડ વિશે કરી એવી વાત કે અભિનેતા ને લાગી શકે છે ઝટકો
Abhishek Bachchan: માતા કે પિતા? કોની સાથે શોપિંગ કરવા જવું પસંદ કરે છે અભિષેક બચ્ચન, જુનિયર બી નો મજેદાર જવાબ થયો વાયરલ
‘The Bengal Files’ : ધ બંગાળ ફાઇલ્સ ને પશ્ચિમ બંગાળ માં રિલીઝ થાય તે માટે IMPPAએ નરેન્દ્ર મોદી ને લખી ચિઠ્ઠી, વડાપ્રધાન ને કરી આવી વિનંતી
Aishwarya Rai Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન એ ખટખટાવ્યો દિલ્હી હાઈકોર્ટ નો દરવાજો, આ મામલે કોર્ટ પહોંચી અભિનેત્રી
Exit mobile version