Site icon News Continuous Bureau | Mumbai

Esha Deol: સાસરી માં ઈશા દેઓલ ને નહોતી મળી આ વસ્તુ કરવાની મંજૂરી, ઘરની મહિલાઓ કરતી હતી ફક્ત આવું કામ

Esha Deol: ઈશા દેઓલ એ પોતાની પુસ્તક ‘અમ્મા મિયા’માં લગ્ન પછીના પરિવર્તન અને સંસ્કારના તફાવત વિશે ખુલાસો કર્યો

Esha Deol Faced Restrictions on Clothing in In-Laws’ House, Reveals Family Traditions

Esha Deol Faced Restrictions on Clothing in In-Laws’ House, Reveals Family Traditions

News Continuous Bureau | Mumbai 

Esha Deol: બોલીવૂડ અભિનેત્રી અને ધર્મેન્દ્ર-હેમા માલિનીની દીકરી ઈશા દેઓલ હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. વર્ષ 2024માં તેણે પતિ ભરત તખ્તાની સાથે 12 વર્ષના સંબંધ બાદ અલગ થવાનો નિર્ણય લીધો હતો. ઈશાએ 2011માં ભરત સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી જ્યારે ઈશા પોતાના સાસરે ગઈ, ત્યારે ત્યાંના સંસ્કાર અને જીવનશૈલીમાં મોટો તફાવત અનુભવ્યો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Salim Khan Marriage: સલીમ ખાન કર્યો ખુલાસો,સલમા સાથે નિકાહ પહેલા લીધા હતા સાત ફેરા,જાણો શું હતું કારણ

શોર્ટ્સ અને ગંજી પહેરવાની મનાઈ

ઈશાએ 2020માં પ્રકાશિત પોતાની પુસ્તક ‘અમ્મા મિયા’ (Amma Mia)માં લખ્યું છે કે લગ્ન પછી જ્યારે તે ભરતના સંયુક્ત કુટુંબમાં રહેવા ગઈ, ત્યારે તેને પહેરવેશમાં ફેરફાર કરવો પડ્યો. “હું પહેલાં જેમ શોર્ટ્સ અને ગંજી પહેરીને ઘરમાં ફરતી, એ હવે શક્ય નહોતું,” એમ ઈશાએ લખ્યું. તેમ છતાં, તેણે સ્વીકાર્યું કે તેના સાસરી ના લોકો ખૂબ પ્રેમાળ અને સ્વીકારશીલ હતા.ઈશાએ વધુ માં જણાવ્યું કે તખ્તાની પરિવારની મહિલાઓ પોતાના પતિઓ માટે લંચબોક્સ પેક કરતી હતી. જ્યારે ઈશાએ લગ્ન પહેલાં ક્યારેય રસોઈ પણ નહોતી કરી. તેણે મજાકમાં લખ્યું કે તેના સાસરે ઘરની મહિલાઓ “કિચન ક્વીન” હતી. તેમ છતાં, તેની સાસુએ તેને ક્યારેય પરંપરાગત કામ કરવા માટે દબાણ કર્યું નહીં અને તેને ત્રીજા પુત્ર તરીકે માન્યું.


ઈશા અને ભરત ના લગ્ન જીવન માંથી બે દીકરીઓ રાધ્યા અને મિરાયા છે, જેમની પરવરિશ ઈશા કરી રહી છે. 2024માં બંનેએ જાહેર રીતે અલગ થવાનો નિર્ણય લીધો. રિપોર્ટ્સ અનુસાર, હવે ભરત મેઘના લખાણી સાથે સંબંધમાં છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version