Site icon

આશ્રમ 3ની સોનિયા એટલે કે એશા ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો-ગોરી ત્વચા મેળવવા માટે આપવામાં આવી હતી આવી સલાહ

 News Continuous Bureau | Mumbai

નિર્દેશક પ્રકાશ ઝાએ વેબ સિરીઝ આશારામની ત્રીજી સીઝનમાં અભિનેત્રી એશા ગુપ્તાને (Esha Gupta Aashram 3)કાસ્ટ કરી છે. અભિનેત્રી આ શ્રેણીમાં સોનિયાનું(Soniya) પાત્ર ભજવે છે, જે બાબા નિરાલાની નજીક રહીને પોતાનું કામ કરાવે છે. વેબ સિરીઝમાં એશા ગુપ્તાએ સારી એક્ટિંગની સાથે બોલ્ડનેસ (Boldness)પણ બતાવી છે. સિરીઝ રિલીઝ થયા બાદથી અભિનેત્રી સતત હેડલાઇન્સમાં રહે છે અને હવે તેણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી (bollywood industry)વિશે એક મોટો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેને ઈન્ડસ્ટ્રીમાં રંગભેદનો સામનો કરવો પડ્યો હતો. આટલું જ નહીં, તેને ત્વચાને ગોરી કરવા માટે ઈન્જેક્શન (fairness injection)આપવાની પણ સલાહ આપવામાં આવી હતી.

Join Our WhatsApp Community

મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં એશા ગુપ્તાએ રંગભેદ વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે લોકો તમારામાં ઘણી ખામીઓ શોધે છે, પછી તે રંગ હોય કે ઊંચાઈ. અભિનેત્રીએ કહ્યું કે, 'મારા કરિયરની શરૂઆતમાં મને મારા નાક (nose surgery)પર કામ કરવાનું કહેવામાં આવ્યું હતું. મને કહેવામાં આવ્યું કે મારું નાક ગોળ છે અને મારે તેને થોડું તીક્ષ્ણ અને સીધું બનાવવું જોઈએ’.’ એશા ગુપ્તાએ વધુમાં કહ્યું કે, 'મારો રંગ કાળો છે, જેના કારણે મને કોઈ સમસ્યા નથી. મને તે ખૂબ ગમે છે. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં મને ફેરનેસ ઈન્જેક્શન(fairness injection) લેવાની સલાહ આપવામાં આવી હતી. મને કહેવામાં આવ્યું હતું કે આ ઈન્જેક્શન મારી ત્વચાનો રંગ નિખારશે. જ્યારે મેં તેની કિંમત પૂછી તો મને ખબર પડી કે આ ઈન્જેક્શનની કિંમત 9000 રૂપિયા છે.હું તેમનું  નામ નહીં લઉ  પણ તમને અમારી ઘણી બધી અભિનેત્રીઓ ગોરી ત્વચાવાળી જોવા મળશે.’

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયા ભાભી ની વાપસી પર મેકર્સ નો મોટો ખુલાસો-અભિનેત્રી વિશે કહી આ વાત

એશા આગળ કહે છે કે, 'અભિનેત્રીઓ પર ગોરા અને સુંદર દેખાવાનું ઘણું દબાણ હોય છે. હું ક્યારેય નથી ઈચ્છતી  કે મારી દીકરી ક્યારેય અભિનેત્રી (actress)બને કારણ કે તેણે નાની ઉંમરથી જ સુંદર દેખાવાનું દબાણ સહન કરવું પડશે. આવી સ્થિતિમાં તે પોતાનું જીવન સામાન્ય રીતે જીવી શકશે નહીં. હું ઈચ્છું છું કે તે એથલીટ (ethlit)બને, તેણે આમાં વધારે ભણવું નહીં પડે અને તેને સફળતા પણ મળશે.’

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version