News Continuous Bureau | Mumbai
Dhurandhar Movie| આદિત્ય ધર દ્વારા નિર્દેશિત અને રણવીર સિંહ સ્ટારર સુપરહિટ બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’ (Dhurandhar) અને ‘ધુરંધર ૨’ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડવાની સાથે સાથે અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જગાવી રહી છે. એક તરફ જ્યાં ફિલ્મની વાર્તાની સત્યતા અને વાસ્તવિકતા પર કેટલાક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ પાકિસ્તાનના એક વરિષ્ઠ અને જાણીતા પત્રકાર તરફથી આ મામલે એક મોટું અને ચોંકાવનારૂં નિવેદન સામે આવ્યું છે. આ પાકિસ્તાની પત્રકારે ફિલ્મની વાર્તા અને તેમાં બતાવાયેલા દ્રશ્યોને સો ટકા સાચા ગણાવ્યા છે.
કરાચી અને લ્યારીના અંડરવર્લ્ડ નેટવર્કની વાસ્તવિકતા હકીકતની ખૂબ જ નજીક
પાકિસ્તાની પત્રકાર એ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં બોલિવૂડ ફિલ્મ ‘ધુરંધર’ ના ભારોભાર વખાણ કર્યા છે. તેમણે ફિલ્મમાં બતાવવામાં આવેલા કરાચીના લ્યારી (Lyari) વિસ્તારના ભયાનક હાલાત અને ત્યાં સક્રિય ગુનાહિત ગેંગસ્ટર નેટવર્કને હકીકતની અત્યંત નજીક ગણાવ્યું છે. વાસ્તવમાં, રણવીર સિંહની આ ફિલ્મ વર્ષ ૨૦૨૫ માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને હવે ફરી એકવાર તેની સિક્વલના લીધે તે ચર્ચાના કેન્દ્રમાં છે. ફિલ્મની વાર્તા કરાચીમાં સક્રિય અંડરવર્લ્ડ અને વાસ્તવિક ગુનાહિત ઘટનાઓથી પ્રેરિત હોવાનું કહેવાય છે.
જર્નાલિઝમ ટોકમાં કર્યો મોટો ખુલાસો
વર્ષ ૨૦૨૬ ના ‘ટોક જર્નાલિઝમ’ કાર્યક્રમ દરમિયાન ભારતીય પત્રકાર સાથેની ખાસ વાતચીતમાં પાકિસ્તાની પત્રકારએ ખુલાસો કર્યો કે, તેઓ પોતે કરાચીના જમશેદ ટાઉનના મેયર રહી ચૂક્યા છે અને તેમણે પોતે લ્યારીમાં રહીને એ બધું જ નજરે જોયું છે જે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. વાતચીત દરમિયાન તેમણે સત્તાવાર રીતે સ્વીકાર્યું કે, “મારો જન્મ લ્યારીમાં થયો હતો અને હું ત્યાં જ મોટો થયો છું, તેથી જ હું દાવા સાથે કહી શકું છું કે ફિલ્મ ‘ધુરંધર’ માં જે પણ કંઈ ગુનાખોરી અને આતંકનું સામ્રાજ્ય બતાવવામાં આવ્યું છે, તે બધું જ સંપૂર્ણ સત્ય છે.”
‘મારા માતા-પિતા ગુજરાતના જૂનાગઢના હતા’ – પાકિસ્તાનમાં જન્મેલા પત્રકાર્ડનું ભારત પ્રેમ
આ ઇન્ટરવ્યુ દરમિયાન પત્રકારે પોતાના મૂળ (રૂટ્સ) ને લઈને પણ એક અત્યંત રસપ્રદ વાત કહી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમણે જણાવ્યું કે તેમના માતા-પિતા મૂળ ભારતના ગુજરાત રાજ્યના જૂનાગઢના વતની હતા. તેમણે ગર્વ સાથે ઉમેર્યું કે, “મારો જન્મ ભલે કરાચીમાં થયો હોય, પરંતુ હું હૃદયથી પોતાને ભારતીય મૂળનો જ માનું છું, પાકિસ્તાની નહીં.” ઉલ્લેખનીય છે કે, ‘ધુરંધર’ ફિલ્મમાં એક ભારતીય ગુપ્તચર એજન્ટ (RAW Agent) ની વાર્તા બતાવવામાં આવી છે જે દેશની સુરક્ષા માટે એક સિક્રેટ મિશન પર પાકિસ્તાન જાય છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, સંજય દત્ત, અર્જુન રામપાલ, સારા અર્જુન અને રાકેશ બેદી જેવા દિગ્ગજ કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે, જ્યારે હોલીવુડના પ્રખ્યાત અભિનેતા જોન ક્રાસિન્સકીએ પણ તાજેતરમાં આ ફિલ્મ જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે.