Rapper Flipperachi Announced India Tour: ‘ધુરંધર’ ના ‘FA9LA’ ગીતથી ધૂમ મચાવનાર રેપર ફ્લિપરાચી આવશે ભારત, જાણો કયા શહેરમાં યોજાશે તેમનો પહેલો લાઈવ શો

Rapper Flipperachi Announced India Tour:સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ગીતના સિંગર ફ્લિપરાચીના ઇન્ડિયા ટુરની થઈ જાહેરાત, ફેન્સ પાસે આગામી શો માટે માંગ્યા સૂચનો

by Zalak Parikh
‘FA9LA’ singer Flipperachi announces India Tour; First live show to kick off in Bengaluru on March 14.

News Continuous Bureau | Mumbai

Rapper Flipperachi Announced India Tour:ફિલ્મ ‘ધુરંધર’ (Dhurandhar) તેની વાર્તાની સાથે સાથે તેના શાનદાર ગીત ‘FA9LA’ ને કારણે પણ સતત ચર્ચામાં રહી છે. આ ગીત તૈયાર કરનાર બહેરીનના પ્રખ્યાત રેપર ફ્લિપરાચી (Flipperachi) હવે ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ભારતીય ફેન્સમાં આ ગીતનો ક્રેઝ જોઈને ફ્લિપરાચીએ ભારતભરમાં મ્યુઝિક ટુર કરવાનું નક્કી કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : Tara Sutaria and Veer Pahariya: બોલિવૂડમાં વધુ એક બ્રેકઅપ! શું તારા સુતારિયા અને વીર પહાડીયા ના સંબંધોમાં પડી તિરાડ? કારણ જાણી ફેન્સ થયા હેરાન

કયા શહેરથી થશે ઇન્ડિયા ટુરની શરૂઆત?

સિંગર અને રેપર ફ્લિપરાચીના ઇન્ડિયા ટુરની શરૂઆત 14 માર્ચથી થશે. તેમનો પહેલો લાઈવ શો કર્ણાટકના બંગલૂરુ (Bengaluru) શહેરમાં યોજાશે. આ અંગેની જાણકારી ખુદ રેપર ફ્લિપરાચીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આપી છે. મ્યુઝિક ટુરની બાકીની તારીખો અને શહેરોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે, રેપરે તેના ભારતીય ફેન્સ પાસે જ સૂચનો માંગ્યા છે કે તેઓએ આગામી શો કયા શહેરમાં કરવો જોઈએ?


ફિલ્મ ‘ધુરંધર’ ના આ ગીતમાં અક્ષય ખન્નાએ (Akshaye Khanna) કરેલા ડાન્સ સ્ટેપ્સ સોશિયલ મીડિયા પર અત્યંત વાયરલ થયા હતા. રણવીર સિંહ લીડ રોલમાં હોવા છતાં, આ ગીતને કારણે અક્ષય ખન્નાએ ઘણી લોકપ્રિયતા મેળવી હતી. ગીતના જોરદાર બીટ્સ અને એનર્જીએ ભારતીય યુવાનોને ઘેલા કર્યા છે, જેના કારણે ફ્લિપરાચીની ફેન ફોલોઇંગ ભારતમાં રાતોરાત વધી ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More