Site icon

ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે ને ફળ્યો પહેલો રવિવાર-આટલા કરોડની કરી કમાણી-જાણો શું છે ફિલ્મ ની ખાસિયત

News Continuous Bureau | Mumbai

છેલ્લા ત્રણ મહિનામાં અનેક ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. વિવિધ જાેનરની અનેક ફિલ્મો ઓડિયન્સને થીયેટર્સ સુધી ખેંચવામાં સફળ રહી છે અને બોક્સ ઓફિસ(box office) પર કમાલનું પ્રદર્શન કર્યું છે. ગત શુક્રવારે બોલિવૂડ પ્રોડ્યુસર આનંદ પંડિત અને વૈશલ શાહની જેનોક ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ (Fakt mahilao mate)રિલીઝ થઈ છે અને આ ફિલ્મની ખાસિયતએ છે કે, આ ફિલ્મમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો(Amitabh Bachchan) વોઈસ ઓવર (voiceover)છે અને એક સીનમાં તેમનો સ્પેશિયલ અપિરિયન્સ (special appearance)પણ છે. અમિતાભ બચ્ચનના અવાજમાં ગુજરાતી સાંભળવાનો લહાવો ફિલ્મના દર્શકોને મળી રહ્યો છે.

Join Our WhatsApp Community

અમદાવાદ (Ahmedabad)અને અંબાજીમાં(Ambaji) શૂટ થયેલી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ માં યશ સોની, દીક્ષા જાેશી, તર્જની ભાડલા, કલ્પના ગગડેકર, ભાવિની જાની, દીપ વૈદ્યએ મુખ્ય કિરદાર નિભાવ્યા છે અને દરેક એક્ટરે તેમના કેરેક્ટર મુજબ શાનદાર અભિનય(best acting) કર્યો છે. અનોખા વિષય સાથે બનેલી આ ફિલ્મની વાર્તામાં પારિવારિક પ્રશ્નોનું સોલ્યુશન સિચ્યુએશનલ કોમેડીના સુંદર કોમ્બિનેશન સાથે દર્શાવવામાં આવ્યું છે.  ‘ફક્ત મહિલાઓ માટે’ યુવા નિર્દેશક જય બોડાસની પ્રથમ ફિલ્મ(first film) છે અને તેના જેવા ટેલેન્ટેડ નવયુવાન ડિરેક્ટર્સને કારણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું (Gujarati film industry)ભવિષ્ય ઉજળું છે તેમજ ઈન્ડસ્ટ્રી આગામી સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરશે તે વાત ચોક્કસ છે. ફિલ્મના હિરો યશ સોનીને મા અંબાના આશીર્વાદથી મહિલાઓના વિચારોને સાંભળવાના  મળેલા સુપર પાવરના(superpower) સારા ઉપયોગ અને દુરુપયોગ વચ્ચેની પાતળી રેખાને ખૂબ જ સહજતાથી દર્શાવવામાં આવી છે અને આ સિચ્યુએશનલ કોમેડી ફિલ્મ એન્ટરટેઈનમેન્ટ જાેય રાઈડની સાથે એક મિનિંગફુલ મેસેજના લીધે ઓડિયન્સને પસંદ આવી રહી છે. ‘ફક્ત મહિલાઓ માટે’ માં ખાસ કરીને યશ સોની અને પીઢ અભિનેત્રી ભાવિની જાનીનો અભિનય ખરેખર માણવા લાયક છે . 

આ સમાચાર પણ વાંચો : ભારતમાં ફ્લોપ પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં નંબર વન બની આમિર ખાન ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા જાણો કેટલી કરી કમાણી

ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ ના આગવા પ્રમોશનની સાથે જ, ફિલ્મના ટ્રેલરને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ઓડિયન્સ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જાેઈ રહી હતી. આ ફિલ્મને ગુજરાત(Gujarat) અને મુંબઈની (Mumbai)સાથે જ યુએસએ,(USA) કેનેડા (caneda)અને ઓસ્ટ્રેલિયામાં(Australia) પણ રિલીઝ કરવામાં આવી છે. રિલીઝના દિવસે જ ફિલ્મને દર્શકોએ વધાવી લીધી હતી અને પહેલા દિવસે કોઈપણ ગુજરાતી ફિલ્મ માટે જાદુઈ ગણાતું ઓપનિંગ(grand opening) મળ્યું હતું. પ્રથમ દિવસે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ રૂપિયા ૧.૩૪ કરોડનો બિઝનેસ કર્યો હતો અને ફિલ્મે રિલીઝના પ્રથમ ત્રણ દિવસમાં રૂપિયા ૪.૫ કરોડથી વધુનું બોક્સ ઓફિસ કલેક્શન મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. જે કોઈપણ ગુજરાતી ફિલ્મ માટે એક બેન્ચ માર્ક સમાન છે અને આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન ટૂંક સમયમાં જ રૂપિયા ૧૦ કરોડના આંકને વટાવી જશે તેમ કહેવાઈ રહ્યું છે.   

KSBKBT 2 Spoiler: કયુંકી માં આવશે મોટો ટ્વીસ્ટ, અંગદ ને થશે વૃંદા માટે પ્રેમનો એહસાસ, તુલસી ની સામે નોયોના કરશે આવી હરકત, જાણો શો ના આવનાર એપિસોડ વિશે
Shahrukh Khan: શાહરુખ ખાને માની કાજોલ ની વાત,કમલ હાસન થી લઈને અક્ષય કુમાર સુધી ને આપ્યા મજેદાર જવાબ
Madhuri Dixit: માધુરી દીક્ષિતના વર્તનથી રોષે ભરાયા ટોરોન્ટો ના ફેન્સ, જાણો કેમ કરી લીગલ એક્શનની માંગ
Baahubali The Eternal War: એપિક પછી હવે એનિમેટેડ અવતારમાં આગળ વધશે ‘બાહુબલી’, રિલીઝ થયું ‘બાહુબલી: ધ ઇટર્નલ વોર’ નું ટીઝર
Exit mobile version