News Continuous Bureau | Mumbai
"ફક્ત મહિલાઓ માટે" (Fakt Mahilao Maate) ફિલ્મ ગુજરાતી ફિલ્મ(Gujarati film) ઈતિહાસમાં સફળતા(success)ની નવી રેખાઓ સર કરી છે. આ ફિલ્મે બાળકોથી લઈને સિનિયર સિટીઝન દરેકને થીયેટરો સુધી ખેંચી લાવવામાં ખૂબ જ સફળ સાબિત થઈ રહી છે. ફિલ્મની જેટલી ચર્ચા છે એટલી જ ચર્ચા સોશિયલ મીડિયા(Social Media) પર ફક્ત મહિલાઓ માટે ફિલ્મ જોવા જનાર દર્શકો(Spectators)ના ખૂબ જ વાયરલ થયેલા ચર્ચાસ્પદ ગરબા(Garba)ના વીડીયોની છે. અગાઉ જે લોકો ફિલ્મ જોવા ગયા હતા તેમને આ ફિલ્મની વાર્તા એવી તો પસંદ આવી કે તેઓ સિનેમાના સ્ટેજ પર ગરબા રમવા માટે ઝૂમી ઉઠ્યા હતા. આ જ ફિલ્મની ખાસિયત છે કે જેની વાર્તા તમને ઝૂમવા પર મજબૂર કરી દે છે. ફિલ્મના કલાકારો(stars)નો આટલો મોટો ઉત્સાહ જોવા માટે ખુદ ફિલ્મના પ્રોડ્યુસર વૈશલ શાહ, કલાકારો યશ સોની અને દીક્ષા જોશી દર્શકોની વચ્ચે પહોંચી રહ્યા છે અને સિનેમા ઘરોમાં સરપ્રાઈઝ(Surprise) આપી રહ્યા છે. આ સરપ્રાઈઝ મુલાકાતના વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
ફક્ત મહિલાઓ માટે; ગુજરાતી ફિલ્મના શૉ બે સપ્તાહ બાદ પણ દર્શકોથી હાઉસફૂલ ફિલ્મના કલાકારોએ દર્શકોને થીયેટરમાં સરપ્રાઈઝ આપતો વીડિયો થયો વાયરલ #gujaratimovies #movies #Cinema #CinemaVisit #Theaters #FaktMahilaoMaate #FMM #ThankYou #InCinemas #MovieRelease #WorldWide #SheamrooMe pic.twitter.com/xYhmV3Wyaf
— news continuous (@NewsContinuous) September 2, 2022
ફ્ક્ત મહિલાઓ માટે ફિલ્મના જે સિતારા(film stars)ઓને થીયેટર(theatre)ના મોટા પડદા પર જોવા માટે દર્શકો ગયા હતા તેઓને થીયેટરોમાં આ કલાકારો રુબરુ મળતા મોટી સરપ્રાઈઝ મળી હતી. ફિલ્મ જોવાનો ઉત્સાહ દર્શકોનો બમણો થઈ રહ્યો છે. દર્શકોએ યશ સોની(Yash Soni) અને દીક્ષા જોશી(Diksha Joshi) સાથે સેલ્ફી લઈ દિવસને યાદગાર બનાવ્યો હતો. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. "ફક્ત મહિલાઓ માટે" ફિલ્મ થીયેટરોમાં બે સપ્તાહ વિત્યા બાદ પણ ધૂમ મચાવી રહી છે. આ ગુજરાતી ફિલ્મની ચર્ચા સ્કૂલોથી લઈ કોલેજોમાં કચેરીથી લઈને કોર્પોરેટ ઓફિસમાં લોક મુખે થઈ રહી છે. આ ઉત્સાહ જોઈને સ્કૂલના વિદ્યાર્થીઓને યશ સોની અને દીક્ષા જોશી રાજકોટમાં રુબરુ પણ મળ્યા હતા. ફિલ્મની યુનિક વાર્તાની સાથે સાથે થીયેટરોના એક પછી એક વીડિયો દર્શકોના ઉત્સાહ ભરેલા જોવા મળી રહ્યા છે. જેથી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર જેવા માધ્યમો પર પણ ખૂબ જ તેજીથી વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
#ફક્તમહિલાઓમાટે; #ગુજરાતી ફિલ્મના શૉ બે #સપ્તાહ બાદ પણ #દર્શકોથીહાઉસફૂલ, ફિલ્મના #કલાકારોએ દર્શકોને થીયેટરમાં #સરપ્રાઈઝ આપતો વીડિયો થયો #વાયરલ #gujaratimovies #movies #Cinema #CinemaVisit #Theaters #FaktMahilaoMaate #FMM #ThankYou #InCinemas #MovieRelease #WorldWide #SheamrooMe pic.twitter.com/BHkSuQhV6O
— news continuous (@NewsContinuous) September 2, 2022
"ફક્ત મહિલાઓ માટે" ફિલ્મનું નિર્માણ આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જેનોક ફિલ્મ હેઠળ આનંદ પંડિત અને વૈશાલ શાહે કર્યુ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં યશ સોની, દીક્ષા જોશી ઉપરાંત તર્જની ભાડલા, ભાવિની જાની, કલ્પના ગાગડેકર અને દીપ વૈદ્ય છે. ફિલ્મનું નિર્દેશન અને લેખન જય બોડાસે કર્યુ છે. આ સાથે ફિલ્મમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ અભિનય કર્યો છે. જે ફિલ્મમાં ચાર ચાંદ લગાવે છે. દર્શકોનો ઉત્સાહ થમી નથી રહ્યો ત્યારે આગામી ઘણા સપ્તાહ સુધી થીયેટરોમાં આ ફિલ્મ ચાલતી રહેશે.