ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર
બાહુબલી ફિલ્મથી દક્ષિણ ભારત સહિત આખા દેશમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર પ્રભાસ હવે હૉલિવુડમાં પણ પોતાનો અભિનયનો ઓજસ પાથરે એવી શક્યતા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં દાવો કરાયો છે કે પ્રભાસ હૉલિવુડની ફિલ્મ મિશન ઇમ્પોસિબલ 7માંજોવા મળશે. જોકેહજી પ્રભાસે આ વિશે કોઈ જ સ્પષ્ટતા કરી નથી.
મીડિયા અહેવાલ મુજબ, સુપરહિટ ફિલ્મ સિરીઝ 'મિશન ઇમ્પોસિબલ' ની બે ફિલ્મ્સનું નિર્દેશન કરનાર ડિરેક્ટર ક્રિસ્ટોફર મેકક્વેરીએ આ ફિલ્માં સિરીઝના સાતમા ભાગ માટે સુપરસ્ટાર પ્રભાસનો સંપર્ક કર્યો હતો. તે ફિલ્મના આગલા ભાગમાં મહત્વની ભૂમિકા માટે પ્રભાસને લેવા માગે છે. ક્રિસ્ટોફર મેકક્વેરી અને પ્રભાસની આ વિશે ચર્ચા થઈ ચૂકી છે. અભિનેતા ‘રાધે શ્યામ’ના શૂટિંગ માટે ઇટાલીમાં હતો ત્યારે બંને મળ્યા હતા.
અભિનેત્રી સોનાલી કુલકર્ણીના પિતા પર હુમલો; હુમલા પાછળનું કારણ સામે આવ્યું
ઉલ્લેખનીય છે કે પ્રભાસે હાલમાં જ 'રાધે-શ્યામ'નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે અને આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ સાથે તે 'આદિપુરુષ' અને 'સલાર'ના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. આ પછી પ્રભાસ ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મમાં પણ કામ કરશે, જેમાં દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મહાનાયક અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે.