બોલીવુડ અને મરાઠી ફિલ્મોમાં અભિનય કરનાર પદ્મશ્રી અભિનેત્રી સુલોચના લાટકર નું નિધન

અભિનેત્રી સુલોચના લાટકરે અસંખ્ય હિન્દી ફિલ્મોમાં સાઈડ રોલ તેમજ મરાઠી ફિલ્મોમાં મુખ્ય રોલ નિભાવ્યા હતા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મરાઠી ફિલ્મોની પીડ અભિનેત્રી સુલોચના લાટકર નો નિધન થયું છે. તેઓએ 50 વર્ષ સુધી સીને સૃષ્ટિ માં કામ કર્યું તેમજ ઉત્કૃષ્ટ અભિનયને કારણે તેમને પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. હિન્દી ફિલ્મોમાં તેઓ મુખ્યત્વે માં ની ભૂમિકા નિભાવતા હતા. તેમણે 250 જેટલી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. 40 ના દશકથી તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત હતા.

તેમણે 94 વર્ષની ઉંમરે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આવતીકાલે એટલે કે સોમવારે દાદર ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમની દીકરીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા થોડા સમયથી તેમની તબિયત બરોબર રહેતી નહોતી. આ ઉપરાંત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને વેન્ટિલેટર સપોર્ટ સિસ્ટમ આપવામાં આવી હતી. જોકે વધતી ઉંમરને કારણે તેમનું નિધન થયું.

તેમના નિદાન પર ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ રાજકીય હસ્તીઓએ શોક સંદેશ પાઠવ્યો છે.

 

 

Join Our WhatsApp Community

You may also like