સિનેમા જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક અભિનેત્રીની ( famous actress ) તેના જ પુત્ર દ્વારા હત્યા કરવામાં આવી છે. જે બાદ તેણે માતાના મૃતદેહનો પણ નિકાલ કર્યો હતો. પરંતુ હવે પુત્રની ધરપકડ કરવામાં આવી છે. હા! ફેમસ એક્ટ્રેસ વીણા કપૂરની ( veena kapoor ) તેના જ પુત્ર ( her son ) દ્વારા હત્યા ( murdered ) કરવામાં આવી છે. અભિનેત્રીના પુત્રએ મિલકતના લોભમાં ( her property ) આ ગુનો કર્યો છે. જમીન વિવાદમાં પુત્રએ 74 વર્ષની માતાની હત્યા કરી. માતાની હત્યા કર્યા બાદ 43 વર્ષના આરોપી પુત્રએ લાશને નદીમાં ફેંકી દીધી હતી જેથી તે પોલીસથી બચી શકે. આ સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રીના લોકો ચોંકી ગયા છે.
અભિનેત્રી નીલુ કોહલીએ લખી આ પોસ્ટ
આ ઘટના સામે આવ્યા બાદ અભિનેત્રી નીલુ કોહલીએ સોશિયલ મીડિયા પર એક લાંબી નોટ લખી છે. જે વાંચીને સ્પષ્ટ દેખાય છે કે નીલુ કોહલી પણ આ સમાચારથી દુખી છે. તેણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને ઘટના વિશે જણાવ્યું. તેણે લખ્યું, ‘વીણા જી તમારી સાથે બહુ ખોટું થયું. આ સાંભળીને મારું હૃદય તૂટી ગયું છે. મારે શું કહેવું જોઈએ? ત્યાં કોઈ શબ્દ નથી. તમે ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યો. તમારા આત્માને શાંતિ મળે.’
View this post on Instagram
આ સમાચાર પણ વાંચો: મોટા સમાચાર! હવે મહારાષ્ટ્રમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવશે?
અભિનેત્રી ના મોટા પુત્ર એ નોંધાવી ફરિયાદ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે માહિતી આપી છે કે આરોપી પુત્રની ઓળખ સચિન કપૂર તરીકે થઈ છે. પોલીસે એ પણ માહિતી આપી હતી કે સચિન અને તેની માતા વીણા કપૂર વચ્ચે કોર્ટ કેસ ચાલી રહ્યો હતો. મિલકતને લઈને વિવાદ થયો હતો. આ કેસમાં પોલીસે ઘરેલુ મદદનીશ લાલુ કુમાર મંડલની પણ ધરપકડ કરી છે.તમને જણાવી દઈએ કે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, વીણાને બે પુત્રો છે. હત્યારો સચિન ઘણા દિવસોથી બેરોજગાર હતો અને જુહુની કલ્પતરુ સોસાયટીમાં ચાર બેડરૂમના ફ્લેટમાં તેની માતા સાથે રહેતો હતો. આ સિવાય અભિનેત્રીનો એક મોટો પુત્ર પણ છે જે યુએસએમાં સોફ્ટવેર એન્જિનિયર છે. આ પુત્રએ માતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ઘણા દિવસોથી તેણીના ફોન ન આવતાં, ઘરના ચોકીદારને પૂછતાં જાણવા મળ્યું કે તે ઘરમાં પણ નથી. આ પછી પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો કોલ ડેટામાંથી તમામ રહસ્યો સામે આવ્યા.
આ રીતે કર્યો લાશ નો નિકાલ
પોલીસે સચિનની ધરપકડ કરી લીધી છે. સચિને પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. જે બાદ આ કેસમાં કામ કરતી પોલીસનું અનુમાન છે કે સચિને શરૂઆતમાં એપાર્ટમેન્ટમાં તેની માતા પર હુમલો કર્યો હતો અને ગુસ્સામાં બેઝબોલ બેટથી તેના માથા પર માર્યો હતો. આ પછી, લાશને પ્લાસ્ટિકની થેલીમાં અને પછી કાર્ડબોર્ડ બોક્સમાં મૂકવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે તેણે આ ગુનામાં ઘરના નોકરની મદદ લીધી અને લાશને નદીમાં ફેંકી દીધી.
આ સમાચાર પણ વાંચો: પશ્ચિમ રેલવે સોમનાથ રેલવે સ્ટેશનને વિશ્વસ્તરીય સ્ટેશનમાં પરિવર્તિત કરશે. .