અજય દેવગન અને મિથુન ચક્રવર્તીની ફિલ્મોને પ્રોડ્યુસ કરનાર સુરેશ ગ્રોવરનું મૃત્યુ થયું છે.
તેઓ મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં દાખલ હતા. જ્યાં તેમનો ઇલાજ ચાલી રહ્યોં હતો પરંતુ આ ઇલાજ સફળ રહ્યો નહતો
તેમની છેલ્લી ફિલ્મ ભોજપુરી હતી જેમાં રવિ કિશને કામ કર્યું હતું. ૧૯૮૭માં રિશી કપૂરની ‘પ્યાર કે કાબિલ’ દ્વારા તેમણે કરીઅરની શરૂઆત કરી હતી. જોકે મિથુનની ‘રોટી કી કિંમત’ દ્વારા તેઓ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા.
અજય દેવગનની ૧૯૯૩માં આવેલી ‘સંગ્રામ’ બાદ તેમનું નામ દેશ-વિદેશમાં જાણીતું બની ગયું હતું. તેમણે ‘બલમા’ને પણ પ્રોડ્યુસ કરી હતી. સુનીલ શેટ્ટી સાથે બનાવેલી ‘ઢાલ’ ખૂબ જ નિષ્ફળ રહેતાં તેઓ લાંબા સમય સુધી ફિલ્મને પ્રોડ્યુસ કરવાથી દૂર રહ્યા હતા.
બોલીવુડના આ અભિનેતાના ઘર સુધી પહોંચ્યું કોરોનાનું સંક્રમણ, બહેનો થઇ કોરોનાગ્રસ્ત