News Continuous Bureau | Mumbai
‘ચાર ચાર બંગડી’ ગીતથી ફેમસ થયેલી ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે ની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. સગાઇ તૂટવાના સમાચારથી કિંજલ દવેના ફ્રેન્સને આઘાત લાગ્યો છે. દેખાવમાં સુંદર અને કિંજલના અવાજ પાછળ લાખો લોકો દીવાના છે. પાંચ વર્ષ પહેલા કિંજલ દવે એ પવન જોશી સાથે સગાઈ કરી હતી. પરંતુ હવે કિંજલ દવે ની સગાઈ તૂટવાના સમાચાર વાયરલ થઇ રહ્યા છે.તમને જણાવી દઈએ કે, પવન જોશી સાથે કિંગલ દવેની સગાઇ 18 એપ્રિલ, 2018માં થઇ હતી. પણ કમનસીબે પાંચ વર્ષ જેટલા લાંબા અંતરાલ બાદ આ સંબંધનો દુઃખદ અંત આવ્યો છે.
આ કારણે તૂટી સગાઇ
મીડિયા રિપોર્ટ અનુસાર, સાટા પદ્ધતિથી કિંજલ દવે અને તેના ભાઈ આકાશ દવેની સગાઈ થઈ હતી. કિંજલના મંગેતર પવન જોશી ની બહેન સાથે આકાશ દવે ની સગાઈ કરવામાં આવી હતી. ત્યારે હવે 5 વર્ષ બાદ પવન જોશી ની બહેન આકાશને મુકીને અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લેતા બધા ને આંચકો લાગ્યો હતો. જેના કારણે કિંજલ દવેની પણ સગાઈ તૂટી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કિંજલ દવે એ ડીલીટ કરી પોસ્ટ
પાંચ વર્ષ પહેલા કિંજલના સગાઈના સમાચાર સામે આવ્યા હતા. રિપોર્ટ પ્રમાણે કિંજલની સગાઈ તેના બાળપણના મિત્ર પવન જોશી સાથે થઈ હતી.કિંજલ દવે એ પાંચ વર્ષ દરમિયાન મંગેતર પવન જોશી સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જયારે હવે સગાઇ તૂટી ગઈ છે ત્યારે કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પવન જોશી ની તમામ તસવીરો હટાવી દીધી છે. એટલુ જ નહિ, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ પ્રાઈવેટ કર્યા હોવાની માહિતી સામે આવી છે.
કિંજલ દવે ની કારકિર્દી
કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના ગરબા, લગ્ન ગીત, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમો એ તેને ફેમસ બનાવી છે.કિંજલ દવેને સંગીતની પ્રેરણા તેના કુટુંબમાંથી મળી હતી. કિંજલે માત્ર 7 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું. તે નાનપણમાં નવરાત્રીના સમયે ગરબા ગાતી હતી. તેના પિતાને ગીત લખવાનો શોખ હતો અને કિંજલ નેતેમના તરફથી પ્રોત્સાહન મળતું હતું.પિતા અને મનુ રબારીના પ્રયત્નોથી કિંજલને વર્ષ 2016માં લગ્નગીત આલ્મબ ‘જોનડિયો’માં ગાવાનો મોકો મળ્યો, જે સુપરહીટ થયું અને અહીંયાથી સંગીતની દુનિયામાં તેનો સિતારો ચમક્યો.કિંજલને તેના સારા ગીતો ગાવા બદલ ઘણા પુરસ્કારો પણ મળ્યા છે.