Site icon

આખરે કુંવારા ‘પોપટલાલ’ને મળશે તેની દુલ્હનિયા! લગ્ન ના સવાલ પર રીટા રિપોર્ટરે આપ્યો મજેદાર જવાબ

રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવનાર પ્રિયા આહુજા હાલમાં ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે તેણે આસ્ક મી એનિથિંગ સેશન રાખ્યું હતું જેમાં ફેન્સે કેટલાક ફની સવાલો પૂછ્યા હતા.

fans ask TMKOC rita reporter aka priya ahuja about marriage popatlal

આખરે કુંવારા 'પોપટલાલ'ને મળશે તેની દુલ્હનિયા! લગ્ન ના સવાલ પર રીટા રિપોર્ટરે આપ્યો મજેદાર જવાબ

News Continuous Bureau | Mumbai

SAB ટીવીના પ્રખ્યાત ટેલિવિઝન શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું દરેક પાત્ર લોકોના દિલમાં વસે છે. આ શો જેટલો લોકપ્રિય છે તેટલો જ તેના તમામ કલાકારો પણ પ્રખ્યાત છે. તાજેતરમાં, આનો એક નમૂનો જોવા મળ્યો જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સે શોમાં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજાને પોપટલાલ વિશે પ્રશ્ન કર્યો. ‘તારક મહેતા’ની રીટા રિપોર્ટરને સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા તેના અને પોપલલના લગ્ન વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેનો તેણે ખૂબ જ રમૂજી રીતે જવાબ આપ્યો હતો.

Join Our WhatsApp Community

 

રીટા રિપોર્ટરે રાખ્યું આસ્ક મી એનિથિંગ સેશન

પ્રિયા આહુજા ઉર્ફે રીટા રિપોર્ટરને તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોએ કેટલાક એવા સવાલ પૂછ્યા હતા, જેણે અભિનેત્રીની સાથે-સાથે બધાને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. પ્રિયા આહુજાએ ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે આસ્ક મી એનિથિંગ સેશન કર્યું હતું, જેમાં તેને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ સવાલો વચ્ચે એક એવો સવાલ હતો, જે હાલમાં સોશિયલ મીડિયા પર ઘણો લાઇમલાઇટ મેળવી રહ્યો છે. ખાસ વાત એ છે કે ફેન્સે જેટલો મજેદાર સવાલ પૂછ્યો હતો, પ્રિયાએ એટલો જ મજેદાર જવાબ આપ્યો હતો.એક ચાહકે રીટા રિપોર્ટરને પૂછ્યું, ‘જો તમે TMKOCમાં પોપટલાલ સાથે લગ્ન કરી લો તો તમારી પ્રતિક્રિયા શું હશે?’ ચાહકોના આ સવાલ પર રમુજી પ્રતિક્રિયા આપતા પ્રિયાએ પોપટલાલના તકિયા કલમનો ઉપયોગ કર્યો હતો. પ્રિયાએ સ્ટોરી પર લખ્યું, ‘કેન્સલ, કેન્સલ, કેન્સલ.’ શોમાં ઘણી વખત પોપટલાલ ના મોઢે આ શબ્દો સાંભળવા મળે છે.,શો માં પોપટલાલે હજી લગ્ન કર્યા નથી, પરંતુ તેમના લગ્ન હંમેશા ચાહકોમાં ચર્ચામાં રહે છે.

રીટા રિપોર્ટરે કર્યા છે માલવ રાજદા  સાથે લગ્ન 

રસપ્રદ વાત એ છે કે પ્રિયા આહુજા વાસ્તવિક જીવનમાં પરિણીત છે અને એક બાળકની માતા પણ છે. પ્રિયાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ભૂતપૂર્વ ડિરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રીની પુત્રીનું નામ અરદાસ છે. બંનેની લવ સ્ટોરી શોના સેટ પર જ શરૂ થઈ હતી અને પછી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. માલવ રાજદાએ થોડા સમય પહેલા જ શોના ડાયરેક્ટરનું પદ છોડી દીધું હતું. બીજી તરફ પ્રિયાના કરિયરની વાત કરીએ તો અભિનેત્રીએ વર્ષ 2008માં ‘તારક મહેતા’માં રીટા રિપોર્ટરનો રોલ કરીને હેડલાઇન્સ બનાવી હતી. તે સતત શો સાથે જોડાયેલી હતી, પરંતુ વર્ષ 2019માં તેણે શોમાંથી બ્રેક લીધો હતો. જોકે, આ રીટા રિપોર્ટરનું સ્થાન હજુ સુધી અન્ય કોઈ અભિનેત્રીએ લીધું નથી.

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version