News Continuous Bureau | Mumbai
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે 80 વર્ષના થઈ ગયા છે. 11મી ઓક્ટોબરે અમિતાભ બચ્ચનનો જન્મદિવસ(Amitabh Bachchan Birthday) છે. દેશ અને વિદેશમાં પણ બચ્ચનના ફેન ફોલોઈંગ છે. દરમિયાન, ચાહકો સોમવારે મોડી રાત્રે મુંબઈમાં(Mumbai) તેમના નિવાસસ્થાન 'જલસા' બહાર એકઠા થયા હતા અને બોલિવૂડ મેગાસ્ટારને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અમિતાભે પણ તેમના ચાહકોને નિરાશ કર્યા ન હતા અને અડધી રાત્રે તેમના નિવાસસ્થાનમાંથી બહાર નીકળીને તેમને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
#WATCH | Actor Amitabh Bachchan surprises fans gathered outside his residence 'Jalsa' in Mumbai, as he walks out at midnight to greet them on his birthday pic.twitter.com/9iijjaWRoi
— ANI (@ANI) October 10, 2022
અમિતાભ મધરાત પછી તેમના નિવાસસ્થાન 'જલસા'માંથી બહાર આવ્યા, જ્યાં મોટી સંખ્યામાં ચાહકો(fans) એકઠા થયા હતા. તેમણે હાથ હલાવીને સૌનું અભિવાદન કર્યું અને થોડીવાર પછી ફરી ઘરની અંદર જતા રહ્યા. આ દરમિયાન તેના ચાહકો ખૂબ જ ખુશ અને ઉત્સાહિત દેખાતા હતા. તે જ સમયે, 'જલસા'નો ગેટ બંધ (gate closed)થયા પછી, એક પ્રશંસક તેમના ગેટની બહાર જ દંડવત કરતો જોવા મળ્યો હતો. એક ન્યૂઝ એજન્સી દ્વારા આને લગતો એક વીડિયો ટ્વીટ(video tweet) કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ચાહકો મધરાતે અમિતાભ બચ્ચનને તેમની સામે જોઈને આનંદથી ઉછળી રહ્યાં છે. વીડિયોમાં અમિતાભ ની સાથે તેમની પુત્રી શ્વેતા(Shweta Bachchan) અને નાતિન નવ્યા(Navya Naveli Nanda)પણ જોવા મળી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : કરોડો ની ફી લેતા બોલિવૂડ ના શહેનશાહ ની પ્રથમ સેલરી હતી ફક્ત આટલા રૂપિયા-આજે પણ છે કોલકાતા સાથે ખાસ સંબંધ
બિગ બી આજે પત્ની જયા બચ્ચન અને પ્રિય પુત્ર અભિષેક બચ્ચન(Abhishek Bachchan) સાથે KBCના સ્ટેજ પર પહોંચીને લોકોને એક ખાસ સરપ્રાઈઝ આપવા જઈ રહ્યા છે. આ શોમાં અમિતાભ બચ્ચન તેમના જીવનની કેટલીક ખાસ ક્ષણોનું પુનરાવર્તન કરતા જોવા મળશે. અમિતાભ બચ્ચન ‘બર્થ ડે’ ના સ્પેશિયલ (birthday special episode)એપિસોડમાં અભિષેક બચ્ચન અને જયા બચ્ચન KBCના સ્ટેજ પર પહોંચશે. અમિતાભ બચ્ચન અત્યાર સુધી સ્પર્ધકોને પ્રશ્નો પૂછતા જોવા મળ્યા છે, પરંતુ હવે શોના આગામી એપિસોડમાં અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેક બચ્ચન સાથે હોટ સીટ પર બેઠેલા જોવા મળશે અને મેગાસ્ટારની પત્ની જયા બચ્ચન પ્રશ્નો પૂછશે.