News Continuous Bureau | Mumbai
મનોજ બાજપાઈ ટૂંક સમયમાં ‘ગુલમહોર’ સાથે દર્શકોની સામે આવવાના છે. હાલ માંજ આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં આખી સ્ટાર કાસ્ટ તેમના પરિવાર સાથે પહોંચી હતી. મનોજ પણ તેની પત્ની સાથે પહોંચ્યો હતો. બસ અહીં તેની પત્નીએ બધાનું ધ્યાન લુંટી લીધું. મનોજની પત્નીની સુંદરતા જોઈને પબ્લિક તેની ફેન બની ગઈ. સોશિયલ મીડિયા પર વખાણના એવા પુલ બાંધવામાં આવ્યા કે કેટલાક લોકોએ તેની સરખામણી શનાયા કપૂર સાથે પણ કરવા માંડી.
મનોજ બાજપેયી ની પત્ની ની તસવીર થઇ વાયરલ
મનોજ બાજપેયી અને તેમની પત્ની નેહાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મોટાભાગે મનોજ એકલો જ જોવા મળે છે, આ કારણે પણ તેની તસવીર ચર્ચામાં રહે છે. ઈન્ટરનેટ યુઝર્સ તેના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું, વાહ તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તો અભિનેત્રી નેહા છે. તે બોબી દેઓલ સાથે ‘કરીબ’ ફિલ્મમાં જોવા મળી હતી. વખાણ કરનારાઓમાં કેટલાક એવા પણ હતા જેઓ માનતા નહોતા કે તે મનોજ ની પત્ની છે. એકયુઝરે લખ્યું, ભાઈ આ કેવી રીતે થઈ શકે. હું માનતો નથી કે આ મનોજ ની પત્ની છે. તેઓ ચોક્કસપણે તેને કોઈ બીજાના મંડપ માંથી લાવ્યા છે. તો કેટલાક લોકોએ લખવાનું શરૂ કર્યું કે તેની પત્નીનું નામ તો શબાના છે.
View this post on Instagram
કોણ છે મનોજ બાજપેયી ની પત્ની નેહા?
મનોજ બાજપેયી એ વર્ષ 2006માં શબાના રઝા સાથે લગ્ન કર્યા હતા. શબાના જ નેહા છે. તેઓ નેહાની ડેબ્યૂ ફિલ્મ ‘કરીબ’ બાદ મળ્યા હતા. તેમની મિત્રતા શરૂઆતથી જ ખૂબ સારી હતી. નેહાએ એક વખત એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘કરીબ’ની રિલીઝ પછી તે મનોજને મળી હતી. બંને પહેલા મિત્રો બન્યા અને પછી પ્રેમમાં પડ્યા. ત્યારથી બંને સાથે છે. કહેવાય છે કે મનોજે નેહા સાથે બીજા લગ્ન કર્યા હતા. અગાઉ મનોજે એરેન્જ મેરેજ કર્યા હતા પરંતુ લાંબા અંતર અને આર્થિક તંગીના કારણે તેમના સંબંધો ચાલી શક્યા ન હતા અને બાદમાં બંને અલગ થઈ ગયા હતા.ફિલ્મ ‘ગુલમોહર’ વિશે વાત કરીએ તો, 3 માર્ચ, 2023ના રોજ ‘ડિઝની પ્લસ હોટસ્ટાર’ પર રિલીઝ થનારી આ ફિલ્મમાં મનોજની સાથે શર્મિલા ટાગોર, કાવેરી શેઠ, અમોલ પાલેકર અને સૂરજ શર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે.