Site icon

ચંકી પાંડેએ ફરાહ ખાન ની એક્ટિંગ ને કહી ઓવર એક્ટિંગ, આ બાબત પર ફરાહ ખાને કરી અભિનેતા ની બોલતી બંધ તેની દીકરી વિષે કહી આ વાત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં જ્યાં સેલેબ્સ વચ્ચે મિત્રતા અને સંબંધો જોવા મળે છે, ત્યાં ક્યારેક તેમની વચ્ચે ઝઘડા પણ થઈ જાય છે. તાજેતરમાં જ ચંકી પાંડેને (Chunky Pandey)કોરિયોગ્રાફર ફરાહ ખાન (Farah Khan comment) પર ટિપ્પણી કરવી મોંઘી પડી હતી. ખરેખર, એવું બન્યું કે ચંકીની પુત્રી અનન્યા પાંડેએ ( Ananya Pandey) તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ (Instagram video) પર એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં ફરાહ પણ અનન્યા સાથે જોવા મળી હતી. બંનેએ સાથે મળીને એક મજેદાર વિડિયો બનાવ્યો અને આ વીડિયો જોયા પછી ચંકીએ ફરાહની એક્ટિંગ સ્કિલ્સ (acting skill) પર કટાક્ષ કર્યો, જે ફરાહ સહન કરી  શકી નહીં. વીડિયોમાં ફરાહની એક્ટિંગ જોઈને ચંકીએ તેને ઓવરએક્ટિંગ (over acting)ગણાવ્યું, તો ફરાહે પણ ચંકીને યોગ્ય જવાબ આપીને તેની બોલતી બંધ કરી દીધી.

Join Our WhatsApp Community

વાત એમ છે કે, અનન્યા પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે ડ્રેસિંગ ટેબલની સામે બેઠી છે અને મેકઅપ આર્ટિસ્ટ(makeup artist) તેનો મેકઅપ કરી રહ્યો છે. અનન્યા તૈયાર થઈ રહી છે ત્યારે ફરાહ ખાન  દોડીને આવે છે અને પૂરા ઉત્સાહ સાથે કહે છે – અનન્યા-અનન્યા તે ખાલી-પીલી (Khali pili)ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર (National award) જીત્યો છે. આ સાંભળીને અનન્યાની ખુશીનો પાર ન રહ્યો અને તે ખુરશી પરથી ઉઠી ને જોરથી બૂમો પાડવા લાગી અને કૂદવા લાગે છે. તેની ટીમ પણ તેને અભિનંદન આપવા લાગે છે. ત્યારે ફરાહ અચાનક ગંભીર થઈ જાય છે અને કહે છે- હું તો મજાક કરી રહી છું. હું માત્ર મજાક કરું છું એમ કહેવાની તેમની શૈલી ચંકી પાંડેની ફિલ્મ હાઉસફુલ (housefull)જેવી હતી.

આ સમાચાર પણ વાંચો : એક કાર્યક્રમ દરમિયાન આ ગુજરાતી લોકગાયિકા પર હુમલો કરી ચલાવી લૂંટ, ઈજાગ્રસ્ત સિંગર ને હોસ્પિટલમાં કરવામાં આવી દાખલ; જાણો શું છે સમગ્ર મામલો

અનન્યા પાંડે એ વીડિયો શેર (Ananya Pandey video)કરતાં કેપ્શન આપ્યું હતુ કે, '50 રૂપિયામાં ઓવરએક્ટિંગ. તે જ સમયે, ચંકી પાંડેએ કોમેન્ટ (Chunky Pandey) કરતા લખ્યું- ફરાહ, આ વીડિયોમાં ઓવરએક્ટ કરવા બદલ તને એવોર્ડ(over acting award) મળવો જોઈએ. ફરાહ પણ ક્યાં ચૂપ રહેવાની હતી? ચંકીને જવાબ આપતા તેણે લખ્યું- પહેલા તમારી દીકરીને સંભાળ. ત્યારે ચંકીએ ફરાહને જવાબ આપ્યો અને કહ્યું- ફરાહ તેં તારા ભાઈએ મને આપેલી મારી લાઈન ચોરી લીધી. બંને સ્ટાર્સ વચ્ચેની રમૂજી ટસલ પર કોમેન્ટ કરીને ફેન્સ પણ ખૂબ એન્જોય કરી રહ્યા છે.અનન્યા પાંડેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે વિજય દેવેરકોંડાની સામે 'લિગર'માં જોવા મળશે. હાલમાં જ અનન્યાની ફિલ્મ 'ગેહરાઈયા' રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય ભૂમિકામાં હતા.

Katrina Kaif and Vicky Kaushal: કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બન્યા માતા-પિતા, હોસ્પિટલ એ આપ્યું માતા અને દીકરા નું સ્વાસ્થ્ય અપડેટ
Somy Ali on Salman khan: સોમી અલી એ સલમાન ખાન પર ફરી લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી કહી આવી વાત
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર બની ‘જૂડી હોપ્સ’નો અવાજ,બોલિવૂડની ‘ક્યૂટ ગર્લ’ નું ડિઝની વર્લ્ડમાં ધમાકેદાર ડેબ્યુ!
Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?
Exit mobile version