News Continuous Bureau | Mumbai
Farah Khan: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન પોતાની શાનદાર એક્ટિંગ ઉપરાંત તેની મિત્રતા માટે પણ જાણીતો છે. કરણ જોહર ની જેમ ફરાહ ખાન સાથે પણ શાહરુખ ખાન ની સારી મિત્રતા છે. આ માટે જ શાહરુખ ખાને ફરાહ ખાનના નિર્દેશકે તરીકે ની પહેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમ માં કામ કર્યું હતું. આ ફિલ્મ માં શાહરુખ ખાન સાથે દીપિકા પાદુકોણ એ કામ કર્યું હતું. હવે ફરાહ ખાને તેની પહેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમ ના લોકપ્રિય ગીત દર્દ એ ડિસ્કો સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો છે.
ફરાહ ખાને શેર કર્યો કિસ્સો
ફરાહ ખાને તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ના લોકપ્રિય ગીત ‘દર્દ-એ-ડિસ્કો’ના શૂટિંગ દરમિયાન શાહરૂખે બે દિવસ સુધી પાણી પીધું ન હતું. ફરાહે જણાવ્યું કે ‘હું મૈં હું ના’માં શાહરૂખને શર્ટ વગર બતાવવા માંગતી હતી, પરંતુ શાહરૂખ ખાન તે કરી શક્યો નહીં કારણ કે તેને પીઠમાં ઈજા થઈ હતી, અને તેની સર્જરી કરવી પડી હતી. તો ઓમ શાંતિ ઓમ દરમિયાન, તેણે કહ્યું કે મેં તમને વચન આપ્યું હતું કે જ્યારે હું કેમેરા સામે પહેલીવાર મારો શર્ટ ઉતારીશ, ત્યારે હું તે તારા માટે કરીશ. તેણે બે દિવસ સુધી પાણી પીધું નહીં કારણ કે તેનાથી તેને સોજો આવે છે. દર્દ-એ-ડિસ્કોમાં તે યોગ્ય રીતે ડાન્સ પણ કરી શકતો ન હતો કારણ કે તે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો.’
ઓમ શાંતિ ઓમનું નિર્દેશન ફરાહ ખાને કર્યું હતું.આ ફિલ્મ માં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ વર્ષ 2007 માં રિલીઝ થઇ હતી.
આ સમાચાર પણ વાંચોઃ Anupama: અનુપમા માં થવા જઈ રહી છે જુના વિલન ની એન્ટ્રી! શો માં જોવા મળશે હાઇવોલ્ટેજ ડ્રામા
