News Continuous Bureau | Mumbai
Farah Khan: બોલિવૂડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા નું નામ પોર્નોગ્રાફી કેસમાં ફસાઈ ચૂક્યું છે, જે અંતર્ગત ઘણી અભિનેત્રીઓએ તેમના પર વિવિધ આરોપો લગાવ્યા હતા. આ કેસમાં તેને બે મહિના જેલમાં પણ રહેવું પડ્યું હતું. જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા. રાજ કુન્દ્રા સાથે જોડાયેલા આ હાઈપ્રોફાઈલ કેસ ઘણો ચર્ચામાં આવ્યો હતો જેના કારણે તેમને ઘણી બદનામ પણ થઈ હતી. હવે રાજ કુન્દ્રા મીડિયા થી પોતાનો ચહેરો છુપાવવા માસ્ક નો સહારો લે છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે બોલીવુડની જાણીતી ફિલ્મમેકર ફરાહ ખાન રાજ કુન્દ્રા પર બાયોપિક બનાવવા જઈ રહી છે.
ફરાહ ખાન નો વિડીયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે જેમાં ફરાહ ખાન કહી રહી છે, ‘દોસ્ત મુનવ્વર, મને કોઈ પિક્ચર આઈડિયા જણાવો. આના પર તે કહે છે, ‘મૅમ, બાયોપિક બનાવીએ કે શું? ફરાહ કહે છે કે હા, આ દિવસોમાં બાયોપિક્સ ખૂબ ચાલી રહી છે. આના પર મુનવ્વર ફારૂકી કહે છે કે રાજ પર ફરાહ કહે છે – નામ નમ્રતાથી લો. રાજ કપૂર જી છે , શું તે તારા મિત્ર છે? આ પછી એક ચર્ચા થાય છે કે કયો રાજ. પછી મુનવ્વરે ફારૂકી હાથ થી ઈશારો કરીને કહે છે કે જે તેના ચહેરા પર માસ્ક લગાવે છે તે રાજ.
View this post on Instagram
પરંતુ ફરાહ ખાન સમજે છે કે મુનવ્વર એક્ટર મનોજ કુમાર વિશે વાત કરી રહ્યો છે. પછી મુનવ્વર ફારૂકી ફરાહને નજીક બોલાવે છે અને હળવેથી કહે છે – રાજ કુન્દ્રા. આ સાંભળીને ફરાહ ચોંકી જાય છે અને કહે છે કે શિલ્પા શેટ્ટી પણ તેની પિક્ચર નહીં જુએ. આટલું કહીને તે ઊભી થઈ જાય છે. પછી મુનવ્વર ફારૂકી કહે છે કે ‘તીસ માર ખાન 2’ બનાવો. આ પછી વિડિયો સમાપ્ત થાય છે, જેના અંતમાં લખ્યું છે – ટુ બી કન્ટિન્યુ . એટલે કે આગળનો ભાગ પણ હશે.
આ સમાચાર પણ વાંચો : Waheeda rehman: વહીદા રહેમાન ને મળશે ભારતનો સર્વોચ્ચ ફિલ્મ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ, માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે દિગ્ગ્જ અભિનેત્રી વિશે કહી આ વાત