News Continuous Bureau | Mumbai
Fardeen khan : બોલિવૂડ એક્ટર ફરદીન ખાન ફરી એકવાર ચર્ચામાં છે. ફરદીન ખાન તેની પત્ની નતાશા માધવાણીથી છૂટાછેડા લઈ રહ્યો છે. લગ્નના 18 વર્ષ બાદ બંને છૂટાછેડા લઈ રહ્યા છે. આ સમાચાર સામે આવતા જ ઘણા લોકો ચોંકી ગયા હતા. બંને તેમના સંબંધોમાં ખુશ હતા, અચાનક છૂટાછેડાના સમાચારે બધાને હચમચાવી દીધા છે. જો કે ફરદીન ફિલ્મોથી દૂર છે, પરંતુ તે પોતાના વજનને કારણે લાઈમ લાઈટમાં પણ આવ્યો હતો. હવે તેમના છૂટાછેડાના સમાચાર પર એક મોટું અપડેટ સામે આવ્યું છે.
ફરદીન અને નતાશા ની માતા બન્ને વચ્ચે કરાવશે સમાધાન
રિપોર્ટ્સનું માનીએ તો નતાશા માધવાનીની માતા મુમતાઝ અને ફરદીન ખાનની માતા સુંદરી ખાને બંને વચ્ચેના અંતરને દૂર કરવાનો નિર્ણય લીધો છે.આ કપલ સેલિબ્રિટી પરિવારમાંથી આવે છે. અહેવાલ છે કે કસુવાવડ પછી નતાશા ખૂબ જ ભાવનાત્મક રીતે તૂટી ગઈ હતી. જો કે ફરદીન હંમેશા ખરાબ સમયમાં નતાશાની સાથે ઉભો રહ્યો છે. મુમતાઝ અને સુંદરી એ પણ તેમના લગ્નજીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. બંને ક્યારેય પોતાના પતિથી અલગ થયા નથી. તે ફરદીન અને નતાશા પાસેથી પણ આ ઈચ્છે છે. આ જ કારણ છે કે બંને પોતાના બાળકોના લગ્ન બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Dream girl 2 : ડ્રીમ ગર્લ 2 ટ્રેલર: 4 વર્ષ બાદ રાતની ઊંઘ હરામ કરવા નવા અંદાજ માં પાછી આવી પૂજા, ‘ડ્રીમ ગર્લ 2’નું ફની ટ્રેલર થયું રિલીઝ,
ફરદીન–નતાશા નું લગ્ન જીવન
તમને જણાવી દઈએ કે, ફરદીને 2005માં નતાશા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને બે બાળકો પણ છે. તેમની પુત્રીનો જન્મ 2013માં થયો હતો અને પુત્રનો જન્મ 2017માં થયો હતો. ફરદીન હંમેશા પોતાના લગ્ન પર ખુલીને બોલતો જોવા મળ્યો છે. IVF પર તેણે કહ્યું હતું કે મુંબઈમાં ડોક્ટરો સાથે તેનો ખરાબ અનુભવ હતો.