Site icon

ઇરા ખાનના જન્મદિવસ પર હાજર રહી હતી આ અભિનેત્રી , આમિર ખાનના ત્રીજા લગ્નની ચર્ચા એ પકડ્યું જોર

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા આમિર ખાનની(Aamir Khan daughter ) પુત્રી ઇરા ખાને (Ira Khan) એ તાજેતરમાં જ તેનો 25મો જન્મદિવસ ઉજવ્યો(birthday celebrate) હતો. ઇરા ખાનની બર્થડે પાર્ટીના ફોટા સોશિયલ મીડિયા (social media) પર ઝડપથી વાયરલ થયા હતા. તસવીરોમાં ઇરા ખાન મોનોકીની માં કેક કાપતી જોવા મળી હતી, જેના પર તે ઘણી ટ્રોલ (troll)થઈ હતી. આવી સ્થિતિમાં હવે ઇરા ખાને સોશિયલ મીડિયા પર વધુ કેટલાક નવા ફોટા શેર કર્યા છે અને ટ્રોલ્સને જડબાતોડ  જવાબ આપ્યો છે. ઇરાએ શેર કરેલા ફોટામાં બોલિવૂડ અભિનેત્રી ફાતિમા સના શેખ (Fatima sana shaikh)પણ જોવા મળી રહી છે. ઇરાની પાર્ટીમાં ફાતિમાને જોઈને ફરી એકવાર સમાચારોનું બજાર ગરમ થઈ ગયું છે અને તેનું નામ આમિર (Aamir khan affair)ખાન સાથે જોડવામાં આવી રહ્યું છે.

Join Our WhatsApp Community

ઇરા ખાને તેના જન્મદિવસની તસવીરો સોશિયલ મીડિયા (Ira Khan birthday celebrate)પર શેર કરી હતી, જેમાં તેનો બોયફ્રેન્ડ તેમજ તેના મિત્રો, તેના પિતા આમિર ખાન, ભાઈ આઝાદ અને તેની માતા રીના દત્તા જોવા મળ્યા હતા. તસવીરોમાં ઇરાને ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી, જ્યારે તે પૂલ પાર્ટીની મજા લેતી પણ જોવા મળી હતી. આ રીતે બર્થડે સેલિબ્રેટ કરવા અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરવાને કારણે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. ઇરા ખાને તેની બર્થડે પાર્ટીની કેટલીક વધુ તસવીરો શેર (Ira khan birthday photos) કરી અને કેપ્શનમાં લખ્યું, 'જો બધા મારા જન્મદિવસની તસવીરોને નફરત અને ટ્રોલ કરે છે, તો આ રહી કેટલીક વધુ તસવીરો.' તમને જણાવી દઈએ કે ઇરાએ શેર કરેલી એક તસવીરમાં ફાતિમા સના શેખ પણ ઇરાની સાથે જોવા મળી રહી છે. ઇરાની પાર્ટીમાં ફાતિમાની હાજરીથી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ફાતિમા અને આમિર (Aamir khan Fatima sana shaikh affair)ખાનના નામ જોડાવા લાગ્યા છે. આ અંગે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે ઇરાની પોસ્ટ પર કોમેન્ટ પણ કરી છે.

આ સમાચાર પણ વાંચો: શું ઉજાગર થશે બદનામ ‘આશ્રમ’ નું રહસ્ય કે પછી ચાલશે બાબા નિરાલા નું રાજ? બોબી દેઓલ ની વેબ સિરીઝ ની રિલીઝ ડેટ આવી સામે; જુઓ આશ્રમ નું ધમાકેદાર ટ્રેલર

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ્યારે આમિર ખાને તેની બીજી પત્ની કિરણ રાવને છૂટાછેડા (Kiran Rao divorce) આપ્યા હતા ત્યારે સોશિયલ મીડિયા પર આવી ઘણી પોસ્ટ જોવા મળી હતી, જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફાતિમા સના શેખના કારણે આમિરે કિરણને છૂટાછેડા લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આમિર અને ફાતિમા રિલેશનશિપમાં (relationship) છે.થોડા સમય પહેલા, આમિર ખાન અને ફાતિમાના એડિટ કરેલા ફોટા પણ વાયરલ થયા હતા, જેમાં ફાતિમા-આમિરને પરિણીત કહેવામાં આવી રહ્યા હતા.

Zoya Afroz Transformation: સલમાન ખાનની એ ભત્રીજી હવે બની ગઈ છે બ્યુટી ક્વીન! 27 વર્ષમાં એટલી બદલાઈ ગઈ કે ઓળખવી મુશ્કેલ; જુઓ સુંદરતાનો જાદુ
Border 2 First Review: ‘બોર્ડર 2’ ના સ્ક્રીનિંગમાં ભાવુક થયા સેન્સર બોર્ડના સભ્યો; સની દેઓલના અભિનય અને દેશભક્તિના ડોઝે જીત્યા દિલ
Aishwarya Rai Viral Video: ઐશ્વર્યા રાયે પરણેલી મહિલાઓને આપી ખાસ સલાહ; અભિષેક બચ્ચન સાથેના સંબંધો પર કહી આ મોટી વાત
Daldal Trailer Release: ભૂમિ પેડણેકરની વેબ સિરીઝ ‘દલદલ’ નું ટ્રેલર આઉટ; સીરીયલ કિલરના રહસ્ય અને હિંસક દ્રશ્યોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હડકંપ
Exit mobile version