Site icon

ફાતિમા સના શેખ બર્થડે સ્પેશિયલ: આ કારણે એક્ટિંગ છોડવા માંગતી હતી ‘દંગલ ગર્લ’, પછી જિંદગી એ આવી રીતે લીધો યુ-ટર્ન

ફાતિમા સના શેખ બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી છે, જેણે ફિલ્મ 'દંગલ' થી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ ફિલ્મમાં તે ગીતા ફોગટના રોલમાં જોવા મળી હતી. પરંતુ અભિનેત્રી ને એક્ટિંગ નહિ પણ ફોટોગ્રાફી માં રસ હતો. આવો જાણીએ અભિનેત્રી ના જન્મદિવસ પર તેની કેટલીક રસપ્રદ વાતો.

fatima sana sheikh wanted to quit acting because of this reason

ફાતિમા સના શેખ બર્થડે સ્પેશિયલ: આ કારણે એક્ટિંગ છોડવા માંગતી હતી 'દંગલ ગર્લ', પછી જિંદગી એ આવી રીતે લીધો યુ-ટર્ન

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી ફાતિમા સના શેખે ( fatima sana sheikh  ) 2016 માં આવેલી ફિલ્મ ‘દંગલ’ માં પોતાના શાનદાર અભિનય થી બધા નું દિલ જીતી લીધું હતું. ગીતા ફોગટ ની ભૂમિકા ભજવનાર અભિનેત્રી એ આ સુપરહિટ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે.11 જાન્યુઆરી,1991માં હૈદરાબાદ માં જન્મેલી અભિનેત્રી ફાતિમા સના શેખ પોતાનો 31 મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર અમે તમને ‘દંગલ ગર્લ’ ના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ અને અજાણી વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

Join Our WhatsApp Community

 ફાતિમા સના શેખ હિન્દુ પિતાની પુત્રી છે.

ફાતિમા સના શેખની માતાનું નામ રાજ તબસ્સુમ છે અને તે કાશ્મીરના મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અને તેના પિતાનું નામ વિપિન શર્મા છે, જે હિન્દુ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. આ જ કારણ છે કે ફાતિમા બંને ધર્મમાં માને છે.

છ વર્ષની ઉંમરે આ ફિલ્મમાં કર્યું હતું કામ

લોકોને લાગે છે કે ફિલ્મ ‘દંગલ’ ફાતિમા ની ડેબ્યૂ ફિલ્મ હતી. જ્યારે આ સાચું નથી. અભિનેત્રીએ 1997માં જ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે ખૂબ જ નાની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. જાણકારી અનુસાર ફાતિમાએ બાળ કલાકાર તરીકે ફિલ્મ ‘ચાચી 420’ થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ફિલ્મ ‘વન ટુ કા ફોર’ માં પણ કામ કર્યું. જો કે આ ફિલ્મ બાદ તે 15 વર્ષ સુધી મોટા પડદા પર જોવા મળી ન હતો. આ સિવાય અભિનેત્રી એ નાના પડદા પર કામ કર્યું છે. તેણે ‘બેસ્ટ ઓફ લક નિક્કી’, ‘લેડીઝ સ્પેશિયલ’ અને ‘અગલે જનમ મોહે બિટિયા હી કીજો’ જેવા સિરિયલ માં કામ કર્યું છે. એટલું જ નહીં, અભિનેત્રીએ દક્ષિણ ભારતીય ફિલ્મ માં પણ કામ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો:  આર માધવન ની ‘રોકેટ્રી ધ નામ્બી ઇફેક્ટ’ ઓસ્કારની પ્રથમ યાદી માટે થઇ પસંદ, આ ફિલ્મો પણ થઇ સામેલ!

 એક્ટિંગ સિવાય આ ફિલ્ડમાં કામ કરતી હતી ફાતિમા

જો કે, એકપણ સફળતા ન મળવાને કારણે નિરાશ અભિનેત્રીએ ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે મને ફોટોગ્રાફી ખૂબ ગમે છે, તેથી હું એક્ટિંગ છોડીને ફોટોગ્રાફર બનવા માંગતી હતી. જણાવી દઈએ કે તેણે આ ક્ષેત્રમાં કામ કરવાનું પણ શરૂ કર્યું હતું. પરંતુ ત્યારે જ તેને દંગલ ફિલ્મની ઓફર મળી હતી. વધુ એક વાર પોતાનું નસીબ અજમાવવા માટે, તે ફિલ્મ દંગલ માટે ઓડિશન આપવા ગઈ હતી. આખરે, ઓડિશન ના 6 રાઉન્ડ પાસ કર્યા પછી, તેણીને ગીતા ફોગાટ ની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી.અભિનેત્રી લગ્નમાં માનતી નથી. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું ક્યારેય લગ્ન કરવા માંગતી નથી. કારણ કે હું લગ્નમાં માનતી નથી. હું માનું છું કે જો તમારે કોઈની સાથે રહેવું હોય તો દસ્તાવેજ માં લખીને એ સંબંધ સાબિત કરવાની જરૂર નથી. દસ્તાવેજ પર કોઈની સાથે લગ્ન કરવાનો અર્થ એ નથી કે તમે ખરેખર તે વ્યક્તિને પ્રેમ કરો છો.

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version