News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનના(Pakistan) સૌથી પ્રિય અને પ્રખ્યાત અભિનેતાઓમાંના એક ફવાદ ખાનને(Fawad Khan) બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ(Mr. Perfectionist of Bollywood) એટલે કે આમિર ખાનની(Aamir Khan) નકલ કરવી ખૂબ જ ભારે પડી હતી. શું તમે કલ્પના કરી શકો છો કે કોઈની નકલ કરવાથી કોઈની હાલત એટલી ખરાબ થઈ જશે કે તેની કિડની પણ બરાબર કામ કરવાની બંધ કરી દેશે. તે અમે નહીં પરંતુ પાકિસ્તાનના લોકપ્રિય અભિનેતા ફવાદ ખાન પોતે કહે છે.તો ચાલો જાણીયે શું છે સમગ્ર મામલો.
વાસ્તવમાં, પાકિસ્તાની એક્ટર ફવાદ ખાને, આમિર ખાનના બોડી ટ્રાન્સફોર્મેશનથી(Body Transformation) પ્રભાવિત થઈને તેની બોડી ને તેના જેવી બનાવવાની કોશિશ કરી, પરંતુ તેનો પ્રયાસ ઉલટો પડ્યો. હૉસ્પિટલમાં દાખલ થવાનો સમય આવી ગયો અને ફવાદ ઘણા દિવસો સુધી ત્યાં રહ્યો. ફવાદ ખાન તેની એક ફિલ્મ માટે બોડી ટ્રાન્સફોર્મેશન કરવા માંગતો હતો. આ વાતનો ખુલાસો ફવાદ ખાને તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કર્યો છે, જેને સાંભળીને દરેકના પગ નીચેથી જમીન સરકી ગઈ. ફવાદે કહ્યું કે તે આમિર ખાન અને હોલિવૂડ એક્ટર ક્રિશ્ચિયન બેલે (Hollywood actor Christian Bale) ન કર્યું હોય તેવું કંઈક કરવા માંગતો હતો, પરંતુ તેની વિચારસરણી જ તેને હોસ્પિટલના બેડ પર લઈ ગઈ.ફવાદે ટ્રાન્સફોર્મેશનની નકારાત્મક અસર વિશે વધુ સમજાવતા કહ્યું, "આવા તમામ શારીરિક પરિવર્તનની પાછળ એક ઘેરો અંધકાર હોય છે. લોકોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તમે આ પ્રકારનો પરિવર્તનનો નિર્ણય લો છો, તો તેની તમારા શરીર પર ખરાબ અસર પડે છે. અને તે જ છે. થયું.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતા ફેમ શૈલેષ લોઢાએ કોઈ નું નામ લીધા વિના ફરી શો ના નિર્માતા પર કાઢ્યો ગુસ્સો-પોસ્ટ શેર કરી કહી આવી વાત
પોતાની વાતને આગળ વધારતા ફવાદે કહ્યું કે તે ડાયાબિટીસનો દર્દી(diabetic patient) છે અને તે તેના માટે વધુ ખતરનાક બની ગયો છે. તેની તબિયત એટલી ખરાબ થઈ ગઈ હતી કે હોસ્પિટલમાંથી 10 દિવસ પછી રજા આપ્યા પછી પણ તેઓ સંપૂર્ણ સ્વસ્થ નથી. તેને સાજા થતા લગભગ ત્રણ મહિના લાગ્યા. ઉલ્લેખનીય છે કે, ફવાદ ખાને તેની ફિલ્મ 'ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ(The Legend of Maula Jatt)' માટે બોડી ટ્રાન્સફોર્મેશન કરવું પડ્યું હતું. અભિનેતાનું વજન 75 કિલો હતું, જે તેને 100 કિલો કરવાનું હતું.