Fighter review: ફાઈટર નો પહેલો રીવ્યુ આવ્યો સામે, જાણો કેવી છે રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ

Fighter review:રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર આજે સિનેમાઘરો માં રિલીઝ થઇ ગઈ છે. આ સાથે આ ફિલ્મ નો પ્રથમ રીવ્યુ પણ સામે આવ્યો છે. તો ચાલો જાણીયે ફિલ્મ ને કેટલા સ્ટાર મળ્યા છે.

by Zalak Parikh
Fighter first review know how is hrithik roshan film

News Continuous Bureau | Mumbai

Fighter review: રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર સ્ટારર ફિલ્મ ફાઈટર આજે સિનેમાઘરો માં રિલીઝ થઇ ગયા છે. આ ફિલ્મ ને લઈને ચાહકો માં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે ‘ફાઇટર’નો પહેલો રિવ્યુ પણ આવી ગયો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ દેશભક્તિના ઉત્સાહથી ભરેલી છે, જે તમારામાં દેશભક્તિ જગાવશે.

આ સમાચાર પણ વાંચો : Kangana ranaut: રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા બાદ કંગના એ તેના ચાહકો ને આપી ભેટ, અભિનેત્રી એ જાહેર કરી તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ ની રિલીઝ ડેટ

ફાઈટર નો રીવ્યુ 

ફિલ્મ ફાઈટર નો પહેલો રિપોર્ટ ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફિલ્મ ને સાડા ચાર સ્ટાર આપતા તરણ આદર્શે લખ્યું, ‘વોર, પઠાણ હવે ફાઇટર. દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે હેટ્રિક ફટકારી છે… એરિયલ એક્શન, ડ્રામા, લાગણી અને દેશભક્તિ, ફાઇટર એક કિંગ-સાઇઝ એન્ટરટેઇનર છે, જેમાં રિતિક  રોશન નો શાનદાર અભિનય છે… બસ તેને ચૂકશો નહીં. ફાઇટર સમીક્ષા.’ આ સાથે તરણ એ લાંબી નોટ શેર કરી છે. 


‘ફાઇટર’માં રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા રેમન ચિબ અને સિદ્ધાર્થ આનંદે સંયુક્ત રીતે લખી છે. કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબેરોય, સંજીદા શેખ, તલત અઝીઝ, સંજીવ જયસ્વાલ, ઋષભ સાહની અને આશુતોષ રાણા સહાયક કલાકારો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More