News Continuous Bureau | Mumbai
Fighter: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર 25 જાન્યુઆરી એ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ ને દર્શકો ઘણી પસંદ કરી રહ્યા છે. હવે રિલીઝ થાય બાદ સિદ્ધાર્થ આનંદ ની ફિલ્મ ફાઈટર કાનૂની વિવાદ માં ફસાઈ ગઈ છે. ફિલ્મ ફાઈટર ના એક સીન ને કારણે આસામ ના એક વિગ કમાન્ડરે સિદ્ધાર્થ આનંદ, રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ને લીગલ નોટિસ મોકલી છે. ચાલો જાણીયે શું છે સમગ્ર મામલો
ફાઈટર ના કિસિંગ સીન પર વિવાદ
ફિલ્મ ફાઈટર ના એક સીન માં દીપિકા અને રિતિક વચ્ચે કિસિંગ સીન ફિલ્માવવામાં આવ્યો હતો વાત કિસિંગ ની નહીં પરંતુ બંને એરફોર્સ પાયલટ ના યુનિફોર્મ માં એક બીજાને કિસ કરતા બતાવવામાં આવ્યા છે જેનાથી આસામના એક એરફોર્સ અધિકારી નારાજ થયા હતા. વિંગ કમાન્ડર નું કહેવું છે કે ‘રિતિક રોશન અને દીપિકા પાદુકોણના કિસિંગ સીન એ એરફોર્સના યુનિફોર્મનું અપમાન છે.’તેમનું કહેવું છે કે ‘એરફોર્સ યુનિફોર્મ એ માત્ર કપડાનો ટુકડો નથી, પરંતુ તે આપણા દેશની સુરક્ષા માટે બલિદાન, અનુશાસન અને અતૂટ સમર્પણની નિશાની છે. દ્રશ્યમાં, કલાકારોને ભારતીય વાયુસેનાના સભ્યો તરીકે જોઈ શકાય છે. તેના માટે યુનિફોર્મમાં આવું કરવું ખોટું છે.’ તેથી તેમણે ફાઈટર ની સ્ટાર કાસ્ટ અને નિર્દેશક ને લીગલ નોટિસ મોકલી છે.
આ સમાચાર પણ વાંચો : Poonam pandey: પૂનમ પાંડે ના નકલી નિધન ના સમાચાર માં સામેલ એજન્સી એ જાહેર માં કર્યું આ કામ, જણાવી આ નાટક ની હકીકત
વિંગ કમાન્ડરે ‘ફાઇટર’ના મેકર્સ પાસે આ સીન હટાવવાની માંગ કરી છે. તેણે એમ પણ કહ્યું કે મેકર્સે દુનિયાની સામે એરફોર્સ અને તેના સૈનિકોની માફી માંગવી જોઈએ. તેમનું કહેવું છે કે ફિલ્મ નિર્માતાઓએ લેખિતમાં જણાવવું જોઈએ કે ભવિષ્યમાં તેઓ વાયુસેનાના સૈનિકો અને યુનિફોર્મનો આ રીતે અપમાન નહીં કરે. જોકે હજુ સુધી આ મામલે મેકર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.