Site icon

Fighter: કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ફાઈટર, આ મામલે સિદ્ધાર્થ આનંદ સહિત આ લોકોને મળી લીગલ નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો

Fighter: સિદ્ધાર્થ આનંદ ના નિર્દેશન માં બનેલી તિરિક અને દીપિકા સ્ટારર ફિલ્મ ફાઈટર કાનૂની વિવાદ માં ફસાઈ છે. ફિલ્મ ફાઈટર ના એક સીન ને કારણે સિદ્ધાર્થ આનંદ સહીત રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ને લીગલ નોટિસ મોકલવામાં આવી છે.

fighter hrithik roshan and deepika padukone kissing scene iaf officer of assam sent legal notice to makers and starcast

fighter hrithik roshan and deepika padukone kissing scene iaf officer of assam sent legal notice to makers and starcast

News Continuous Bureau | Mumbai 

Fighter: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર 25 જાન્યુઆરી એ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ ને દર્શકો ઘણી પસંદ કરી રહ્યા છે. હવે રિલીઝ થાય બાદ સિદ્ધાર્થ આનંદ ની ફિલ્મ ફાઈટર કાનૂની વિવાદ માં ફસાઈ ગઈ છે. ફિલ્મ ફાઈટર ના એક સીન ને કારણે આસામ ના એક વિગ કમાન્ડરે સિદ્ધાર્થ આનંદ, રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ને લીગલ નોટિસ મોકલી છે. ચાલો જાણીયે શું છે સમગ્ર મામલો 

Join Our WhatsApp Community

ફાઈટર ના કિસિંગ સીન પર વિવાદ 

ફિલ્મ ફાઈટર ના એક સીન માં દીપિકા અને રિતિક વચ્ચે કિસિંગ સીન ફિલ્માવવામાં આવ્યો હતો વાત કિસિંગ ની નહીં પરંતુ બંને એરફોર્સ પાયલટ ના યુનિફોર્મ માં એક બીજાને કિસ કરતા બતાવવામાં આવ્યા છે જેનાથી આસામના એક એરફોર્સ અધિકારી નારાજ થયા હતા. વિંગ કમાન્ડર નું કહેવું છે કે ‘રિતિક રોશન અને દીપિકા પાદુકોણના કિસિંગ સીન એ એરફોર્સના યુનિફોર્મનું અપમાન છે.’તેમનું કહેવું છે કે ‘એરફોર્સ યુનિફોર્મ એ માત્ર કપડાનો ટુકડો નથી, પરંતુ તે આપણા દેશની સુરક્ષા માટે બલિદાન, અનુશાસન અને અતૂટ સમર્પણની નિશાની છે. દ્રશ્યમાં, કલાકારોને ભારતીય વાયુસેનાના સભ્યો તરીકે જોઈ શકાય છે. તેના માટે યુનિફોર્મમાં આવું કરવું ખોટું છે.’ તેથી તેમણે ફાઈટર ની સ્ટાર કાસ્ટ અને નિર્દેશક ને લીગલ નોટિસ મોકલી છે. 

આ સમાચાર પણ વાંચો : Poonam pandey: પૂનમ પાંડે ના નકલી નિધન ના સમાચાર માં સામેલ એજન્સી એ જાહેર માં કર્યું આ કામ, જણાવી આ નાટક ની હકીકત

વિંગ કમાન્ડરે ‘ફાઇટર’ના મેકર્સ પાસે આ સીન હટાવવાની માંગ કરી છે. તેણે એમ પણ કહ્યું કે મેકર્સે દુનિયાની સામે એરફોર્સ અને તેના સૈનિકોની માફી માંગવી જોઈએ. તેમનું કહેવું છે કે ફિલ્મ નિર્માતાઓએ લેખિતમાં જણાવવું જોઈએ કે ભવિષ્યમાં તેઓ વાયુસેનાના સૈનિકો અને યુનિફોર્મનો આ રીતે અપમાન નહીં કરે. જોકે હજુ સુધી આ મામલે મેકર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

 

KSBKBT 2 Spoiler: કયુંકી….. ના વિરાણી પરિવાર પર સંકટ, મિહિર અને તુલસી ના સંબંધ માં આવશે તિરાડ! જાણો શો
Bhool Bhulaiyaa 4 Confirmed: ‘રૂહ બાબા’ ઇઝ બેક,અનીસ બઝ્મીએ ‘ભૂલ ભુલૈયા 4’ ની કરી જાહેરાત, કાર્તિક આર્યન લીડ રોલમાં
Haq: ‘હક’ પર સંકટ! ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ ની ફિલ્મ પર રિલીઝ પહેલા જ મોટો વિવાદ, જાણો સમગ્ર મામલો
Shahrukh khan Reveals First Look of ‘King’ as Birthday Gift to Fans
Exit mobile version