Fighter OTT release: થિયેટર માં ધૂમ મચાવી રહેલી ફિલ્મ ફાઈટર ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો રિતિક રોશન ની ફિલ્મ

રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર થિયેટર માં ધૂમ મચાવી રહી છે. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

by Zalak Parikh
fighter ott release platform and date revealed will release in the month of march

News Continuous Bureau | Mumbai 

Fighter OTT release:રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર સ્ટારર ફિલ્મ ફાઈટર 25 જાન્યુઆરી એ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો [પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મે 200 કરોડ નો આંકડો પાર કરી લીધો છે. આવી સ્થિતિમાં ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Poonam pandey: પૂનમ પાંડે ને નિધન નું નાટક કરવું પડ્યું ભારે, અભિનેત્રી ની સાથે સાથે તેનો ભૂતપૂર્વ પતિ પણ આવ્યો ઝપેટમાં, બંને વિરુદ્ધ નોંધાયો આ કેસ

ફાઈટર ની ઓટિટિ રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ સિદ્ધાર્થ આનંદ નિર્દેશિત ફિલ્મ ફાઈટર 21 માર્ચે ઓટિટિ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ શકે છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો ફિલ્મ ના નિર્માતાઓએ Netflixને ‘ફાઇટર’ના રાઇટ્સ મોટી રકમમાં વેચ્યા છે. જો કે, આ ડીલની રકમ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. 


તમને જણાવી દઈએ કે, 250 કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી ફિલ્મ ફાઈટર સારું પ્રદર્શન કરી રહી છે અને તેને 2024 ની પ્રથમ બોલિવૂડ હિટ ફિલ્મ જાહેર કરવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More