News Continuous Bureau | Mumbai
Fighter: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેન્સર બોર્ડે આ ફિલ્મ માં ચાર બદલાવ સાથે ફિલ્મ ને U/A સર્ટિફિકેટ આપ્યું છે. આ ફિલ્મ માં પહેલીવાર રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સાથે કામ કરી રહ્યા છે. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની માહિતી સામે આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Fighter: ફાઈટર ની રિલીઝ પહેલા જ મેકર્સ ને લાગ્યો મોટો ઝટકો, આ દેશો માં બેન થઇ રિતિક રોશન ની ફિલ્મ
ફાઈટર ની ઓટીટી રિલીઝ
મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ ફાઈટર ના ઓટીટી સ્ટ્રીમિંગ રાઇટ્સ નેટફ્લિક્સ એ ખરીદ્યા છે.આ રાઇટ્સ ખુબ ઊંચા ભાવે વેચવામાં આવ્યા છે. પરંતુ નિર્માતાઓએ તેમાંથી કેટલા પૈસા કમાયા છે તે માહિતી હજુ સામે આવી નથી. ‘ફાઇટર’ ની ઓટીટી રિલીઝ ની વાત કરીએ તો થિયેટરોમાં રિલીઝ થયાના 56 દિવસ પછી જ ઓટીટી પર ફિલ્મ ફાઈટર રિલીઝ થશે.