Site icon

Fighter song: રિતિક રોશન અને દીપિકા પાદુકોણે લગાવી પાણીમાં આગ, ફાઈટર નું બીજું ગીત જોઈ લોકો ને આવી બેશરમ રંગ ની યાદ,જુઓ વિડીયો

Fighter song: થોડા દિવસ પહેલા દીપિકા પાદુકોણે ફિલ્મ ફાઈટર ના બીજા ગીત ‘ઇશ્ક જેસા કુછ’ નું ટીઝર રિલીઝ કર્યું હતું. હવે ફિલ્મ ફાઈટર નું બીજું ગીત રિલીઝ થઇ ગયું છે. આ ગીત માં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની કેમેસ્ટ્રી લોકો ના દિલ જીતી રહી છે.

fighter second song ishq jaisa kuch released hrithik and deepika set fire in water

fighter second song ishq jaisa kuch released hrithik and deepika set fire in water

News Continuous Bureau | Mumbai

Fighter song: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર ની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2024 માં રિલીઝ થશે. આ ફિલ્મનું ટીઝર અને પહેલું ગીત રિલીઝ થઇ ચૂક્યું છે. બંને ને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. હવે ફાઈટર નું બીજું ગીત ‘ઇશ્ક જેસા કુછ’ રિલીઝ થઇ ગયું છે. આ ગીત ને જોઈને લોકો ને ‘પઠાણ’ ના ગીત ‘બેશરમ રંગ’ ની યાદ આવી રહી છે. આ ગીત માં રિતિક અને દીપિકા ની કેમેસ્ટ્રી લોકો ના દિલ જીતી રહી છે  

Join Our WhatsApp Community

 

ફાઈટર નું બીજું ગીત થયું રિલીઝ 

ફાઈટર ના પહેલું ગીત ‘શેર ખુલ ગયે’ બાદ ફિલ્મ નું બીજું ગીત ‘ઇશ્ક જેસા કુછ’ રિલીઝ થઇ ગયું છે.આ ગીત સમુદ્રતટ પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની કેમેસ્ટ્રી લોકો ના દિલ જીતી રહી છે. ગીત માં દીપિકા નો બિકીની લુક પણ જોવા મળી રહ્યો છે. આ ગીત કુમાર દ્વારા લખવામાં આવ્યું છે તેમજ  વિશાલ અને શેખર, શિલ્પા રાવ અને મેલો ડી એ આ ગીત ને પોતાનો અવાજ આપ્યો છે.

 

ફિલ્મ ફાઈટર વિશે વાત કરીએ તો આ ફિલ્મ માં રિતિક રોશન સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયા ની ભૂમિકા ભજવતો જોવા મળશે, જે પેટી તરીકે જાણીતો છે, દીપિકા પાદુકોણ સ્ક્વોડ્રન લીડર મીનલ રાઠોડ તરીકે જોવા મળશે, જે મિની તરીકે જાણીતી છે. તેમજ અનિલ કપૂર ગ્રુપ કૅપ્ટન રાકેશ જય સિંહ ઉર્ફે રોકીની ભૂમિકા માં જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મ માં કરણ સિંહ ગ્રોવર, સંજીદા શેખ અને તલત અઝીઝ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચો : Kangana ranaut: શું 2024 લોકસભા ની ચૂંટણી લડશે કંગના રનૌત ? અભિનેત્રી ના પિતા એ જણાવી હકીકત

 

The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
TMKOC Palak Sindhwani: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સોનૂ એટલે પલક સિધવાણી એ પ્રોડક્શન હાઉસ સાથે સુલઝાવ્યો વિવાદ! નીલા ફિલ્મ પ્રોડક્શન નું નિવેદન થયું વાયરલ
Travis Scott Rocks Mumbai: ટ્રેવિસ સ્કોટ એ મુંબઈમાં આપ્યું ધમાકેદાર પરફોર્મન્સ, ફેન્સ સાથે ઝૂમ્યો રેપર, જુઓ વિડીયો
Dining With The Kapoors: ડાઇનિંગ વિથ ધ કપૂર્સ: શું આલિયા ભટ્ટ અને કપૂર પરિવાર વચ્ચે અણબનાવ? વાયરલ ફોટામાંથી બહાર રહેવાનું કારણ આવ્યું સામે!
Exit mobile version