News Continuous Bureau | Mumbai
Fighter trailer: રિતિક રોશન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર ની ફિલ્મ ફાઈટર નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ભારતની ‘ફર્સ્ટ એરિયલ એક્શન ફિલ્મ’ કહેવાતી ‘ફાઇટર’માં એક્શન ખૂબ જ જોરદાર છે.ફાઈટર ના મેકર્સે ભારતીય આર્મી ડે 2024 પર ફિલ્મ ના ટ્રેલર રિલીઝ કરીને સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે.ફિલ્મ ‘ફાઇટર’ ના ટ્રેલર માં લોકોને એક્શન ની સાથે સાથે તેના ડાયલોગ પણ ખુબ પસંદ આવી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરમાં દેશભક્તિની ભાવના સ્પષ્ટપણે જોવા મળે છે.
ફાઈટર નું ટ્રેલર થયું રિલીઝ
સિદ્ધાર્થ આનંદની એરિયલ એક્શન ફિલ્મમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સાથે અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબેરોય અને સંજીદા શેખ જેવા કલાકારો મુખ્ય ભૂમિકા માં જોવા મળશે. જેમાં રિતિક, દીપિકા, અનિલ કપૂર, અક્ષય અને કરણ સિંહ ગ્રોવર એ એરફોર્સ ઓફિસર્સની ભૂમિકા માં જોવા મળશે.પહેલીવાર સ્ક્રીન શેર કરી રહેલા દીપિકા અને રિતિકની કેમેસ્ટ્રી સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી રહી છે. આ ફિલ્મ ના ટ્રેલર માં એક્શન ની સાથે સાથે પાવર પેક ડાયલોગ પણ જોવા મળી રહ્યા છે.
સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મ પ્રજાસત્તાક દિવસના અવસર પર 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.સિદ્ધાર્થ આનંદે ‘ફાઇટર’નું નિર્દેશન કર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ અબ્બાસ દલાલ અને હુસૈન દલાલે ‘ફાઇટર’માં સંવાદો લખ્યા છે અને વિશ્વપતિ સરકારે તેમની સાથે વધારાના સંવાદોનું યોગદાન આપ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં નીતુ કપૂરે કર્યો જયા બચ્ચન વિશે શોકિંગ ખુલાસો! પાપારાઝી સામે ગુસ્સે થવાનું જણાવ્યું અસલી કારણ
