Site icon News Continuous Bureau | Mumbai

Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં નીતુ કપૂરે કર્યો જયા બચ્ચન વિશે શોકિંગ ખુલાસો! પાપારાઝી સામે ગુસ્સે થવાનું જણાવ્યું અસલી કારણ

Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં બોલિવૂડ ની બે દિગ્ગ્જ અભિનેત્રીઓ નીતુ કપૂર અને ઝીનત અમાન જોવા મળી હતી. આ દરમિયાન બંને અભિનેત્રીઓ એ ઘણા ખુલાસા કર્યા હતા. દરમિયાન નીતુ કપૂરે શો માં જયા બચ્ચન કેવી છે તેના વિશે વાત કરી હતી

koffee with karan 8 neetu kapoor reacts on jaya bachchan angry on paparazzi

koffee with karan 8 neetu kapoor reacts on jaya bachchan angry on paparazzi

News Continuous Bureau | Mumbai

Koffee with karan 8: કોફી વિથ કરણ 8 ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ શો ના લેટેસ્ટ એપિસોડ માં બોલિવૂડ ની બે દિગ્ગ્જ અભિનેત્રી ઓ નીતુ કપૂર અને ઝીનત અમાન જોવા મળ્યા હતા. આ દરમિયાન નીતુ કપૂર અને ઝીનત અમાને ઘણા ખુલાસા પણ કર્યા હતા. આ દરમિયાન નીતુ કપૂરે જયા બચ્ચન વિશે એક શોકિંગ ખુલાસો કરતા જણાવ્યું હતું કે અભિનેત્રી નો અસલી સ્વભાવ કેવો છે. 

Join Our WhatsApp Channel

 

નીતુ કપૂરે જયા બચ્ચન વિશે કર્યો શોકિંગ ખુલાસો 

જયા બચ્ચન અને પાપારાઝી ની નોક ઝોક વિશે તો સૌ જાણે જ છે કે કેવી રીતે પાપારાઝી ને જોઈ ને જયા બચ્ચન તેમના પર ગુસ્સે થઇ જાય છે હવે કોફી વિથ કરણ 8 ના એપિસોડ માં જયારે કરણ જોહરે નીતુ કપૂર ને જયા બચ્ચન ના પાપારાઝી પર ગુસ્સે થવાના ઇન્સિડન્ટ પર વાત કરતા નીતુ કપૂરે કંઈક અલગ જ વાત કરી. નીતુ કપૂરના કહેવા પ્રમાણે, આ જયા અને પાપારાઝી વચ્ચેની મિલીભગત છે. નીતુના કહેવા પ્રમાણે, જયાની આ વર્તણૂક નકલી છે.નીતુ કપૂરે કહ્યું, ‘મને લાગે છે કે તે જાણી જોઈને આવું કરે છે. જો જયાજી ખરેખર આવું કરે છે, તો તે એકવાર થયું હશે… તે એવી નથી. તેણે વધુમાં કહ્યું કે ‘દરેકને તેનો આનંદ આવે છે. મને લાગે છે કે તે કોઈ  મિલી ભગત છે.’ 

આ સમાચાર પણ વાંચો : Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં નીતુ કપૂરે કર્યા ઘણા ખુલાસા, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ને આપવા માંગે છે આ સલાહ

કરણ જોહર પણ નીતુ કપૂર ની વાત પર સંમતિ દર્શાવતા કહે છે કે ‘ખરેખર, તે બિલકુલ એવી નથી, પરંતુ તે ખૂબ જ સ્વીટ છે. પાપારાઝી તેનાથી એટલા ડરે છે કે જ્યારે પણ તે પ્રવેશ કરે છે, ત્યારે બધા કહે છે કે ‘બહુ થઈ ગયું’.

Aamir Khan Third Marriage બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન ફરી એકવાર બંધાશે લગ્નના તાંતણે, ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા…
Ranveer Singh| લલિત મોદીની બાયોપિકમાં રણવીર સિંહની એન્ટ્રી? પૂર્વ IPL ચીફના એક ખુલાસાથી સોશિયલ મીડિયા પર ગરમાયું વાતાવરણ
Jaya Bachchan| ‘બાવર્ચી’ પછી જયા બચ્ચને કેમ ક્યારેય રાજેશ ખન્ના સાથે ન કર્યું કામ? અમિતાભ બચ્ચન સાથે જોડાયેલું છે આ મોટું કારણ
Aamir Khan Wedding। આમિર ખાને સત્તાવાર રીતે કન્ફર્મ કર્યા ત્રીજા લગ્ન, ગૌરી સ્પ્રેટ સાથે આ તારીખે લેશે સાત ફેરા
Exit mobile version