News Continuous Bureau | Mumbai
Animal box office collection: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ જોઈ ને લોકો રણબીર કપૂર અને બોબી દેઓલ ના અભિનય ના વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મ જોવા લોકો ની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ફિલ્મે તેના એડવાન્સ બુકીંગમાંજ કરોડોની કમાણી કરી હતી હવે એનિમલ નું પહેલા દિવસ નું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે.
એનિમલ નું બોક્સ ઓફિસ કલેક્શન
મીડિયા રિપોર્ટ મુજબ રણબીર કપૂર ની ફિલ્મ ‘એનિમલ’ એ પહેલા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.એનિમલે ઘરેલુ બોક્સ ઓફિસ પર 50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. રણબીર કપૂરની ફિલ્મ એનિમલ એ ‘ગદર 2’, ‘ટાઈગર 3’ને પહેલા દિવસની કમાણીના મામલામાં પાછળ છોડી દીધી છે.
#Animal crosses 50 Cr tracked gross for opening day in India.💥💥
Note: Night shows advance included, all language data.
— Sacnilk Entertainment (@SacnilkEntmt) December 1, 2023
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ માં રણબીર કપૂર અને રશ્મિકા મંદાના પહેલીવાર એકસાથે કામ કર્યું છે. આ ઉપરાંત આ ફિલ્મ માં બોબી દેઓલ, અનિલ કપૂર, શક્તિ કપૂર, સુરેશ ઓબેરોય, તૃપ્તિ ડીમરી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ નું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગા એ કર્યું છે.
આ સમાચાર પણ વાંચોઃ Animal: એનિમલ ના આ સીન પર ચાલી સેન્સર બોર્ડ ની કાતર, આટલા ફેરફાર સાથે ફિલ્મ ને મળ્યું A સર્ટિફિકેટ