News Continuous Bureau | Mumbai
ચંદ્રયાન 3 પર એક ફિલ્મ બનવાની છે. ફિલ્મ કોણ બનાવશે? તે ક્યારે બનાવવામાં આવશે? આ અંગે હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. જો કે, ‘ચંદ્રયાન 3’ સફળ થતાં જ દિગ્દર્શકોએ હરીફાઈ શરૂ કરી દીધી છે. એક તરફ, કેટલાક નિર્માતાઓ પોતપોતાની ફિલ્મના નામની નોંધણી કરવામાં વ્યસ્ત છે. બીજી તરફ ‘મિશન મંગલ’ બનાવનાર નિર્દેશક જગન શક્તિએ ‘ચંદ્રયાન 3’ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.
મિશન મંગલ ના નિર્દેશક બનાવશે ચંદ્રયાન 3 પર ફિલ્મ
અક્ષય કુમારની ફિલ્મના નિર્દેશક જગન શક્તિએ મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં માહિતી આપી છે કે તેઓ ‘મિશન મંગલ’ ની ટીમ સાથે ‘ચંદ્રયાન 3’ પર ફિલ્મ બનાવશે. જોકે, આ ફિલ્મમાં અક્ષય કુમાર હશે કે નહીં, તે હજુ સુધી કન્ફર્મ કરવામાં આવ્યું નથી. જગન શક્તિએ એટલું જ કહ્યું કે તે આ તકને જવા દેશે નહીં. તેણે કહ્યું, ‘અત્યારે હું ફિલ્મની વાર્તા પર વિચાર કરી રહ્યો છું. વાર્તા નક્કી કરતા પહેલા મારી મોટી બહેન પાસેથી ઈનપુટ લઈશ. તેઓ ઈસરોમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક છે. હું ‘મિશન મંગલ’ની ટીમ સાથે ‘ચંદ્રયાન-3’ પર ફિલ્મ બનાવવાની આશા રાખું છું.’
આ સમાચાર પણ વાંચો : OMG 2- OTT પર રિલીઝ થશે OMG 2નું ઓરિજિનલ વર્ઝન, ફિલ્મ ના નિર્દેશક અમિત રાયે કર્યો મોટો ખુલાસો,જાણો વિગત
અન્ય નિર્માતાઓ પણ ચંદ્રયાન 3 પર ફિલ્મ બનાવવાનો કરી રહ્યા છે વિચાર
હવે એક ન્યૂઝ ચેનલ ના અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જગન શક્તિ સિવાય અન્ય ઘણા ફિલ્મ નિર્માતાઓ અને પ્રોડક્શન હાઉસ પણ ચંદ્રયાન 3 પર ફિલ્મ બનાવવાની રેસમાં છે. ઈન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA), પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ કાઉન્સિલ (IFTPC)ના મુંબઈ કાર્યાલયમાં વિવિધ નિર્માતાઓ અને પ્રોડક્શન હાઉસો એ ફિલ્મના નામની નોંધણી કરવા માટે અરજી કરી છે. જો કે, આમાંથી કેટલાક નિર્માતાઓને જ તેના પર ફિલ્મ બનાવવાની પરવાનગી આપવામાં આવશે.