News Continuous Bureau | Mumbai
એમસી તોડ-ફોડ તરીકે જાણીતા ફિલ્મ ગલી બોયના રેપર ધર્મેશ પરમારનું નિધન થયું છે. બહાર આવી રહેલા સમાચારો અનુસાર, કાર અકસ્માતના કારણે તેમનું મૃત્યુ થયું હતું. માત્ર 24 વર્ષના ધર્મેશના નિધનથી દરેક જણ દુઃખી છે. તેમના નિધનની માહિતી સામે આવ્યા બાદ ફિલ્મમાં તેમની સાથે કામ કરનાર રણવીર સિંહ અને સિદ્ધાંત ચતુર્વેદી તથા ફિલ્મની નિર્માત્રી-ડાયરેક્ટર ઝોયા અખ્તરે સોશિયલ મિડિયા મારફત પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.જણાવી દઈએ કે ધર્મેશે ગલી બોયના સાઉન્ડટ્રેક માટે પોતાનો અવાજ આપ્યો હતો. આ સિવાય તેઓ એક સિંગિંગ બેન્ડના સભ્ય પણ હતા, જેનું નામ સ્વદેશી છે.
તમને જણાવી દઈએ કે એમસી તોડ-ફોડ જે બેન્ડના સભ્ય હતા તેમને તેના મૃત્યુની પુષ્ટિ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ધર્મેશને કાર અકસ્માત થયો હતો, જેમાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું.આ જ કંપનીએ પરમારના નિધનના સમાચારને સોશિયલ મિડિયા પર સમર્થન આપ્યું હતું.ધર્મેશ પરમાર દાદર ઉપનગરના નાયગાંવ વિસ્તારમાં આવેલી બીડીડી ચાલમાં રહેતા હતા. ગઈ કાલે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર આવ્યું આમિર ખાનનું રિએકશન, ફિલ્મ ને લઇ ને કહી આ વાત; જાણો વિગત
તમને જણાવી દઈએ કે ધર્મેશને પોતાના કામ પ્રત્યે અલગ જ જુસ્સો હતો. તેમની પાસે જે ગીતો હતા તે લોકોની વિચારસરણીને અનુરૂપ હતા. ધર્મેશે પોતાની કારકિર્દીમાં માત્ર દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પરફોર્મન્સ આપીને દર્શકોના દિલ જીતી લીધા હતા. આ મહિને એમસી નું, ટ્રુથ એન્ડ બોસનું એક આલ્બમ રિલીઝ થયું હતું. તેના આલ્બમને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું.2019માં, તોડ ફોડ (ધર્મેશ) અને સ્વદેશીને બીજા ભારતીય હિપ-હોપ કલાકારો સાથે ઝોયા અખ્તરની ‘ગલી બોય’ ફિલ્મનો હિસ્સો બનવાનું આમંત્રણ મળ્યું હતું. તોડ ફોડે ‘ઈન્ડિયા 91’ માટે એક પંક્તિ લખી હતી, જે ‘ગલી બોય’ના સાઉન્ડટ્રેકનો મહત્ત્વનો અંશ હતી.