Site icon

એકવાર ફરી આદિત્ય પંચોલી વિવાદમાં, ફિલ્મ પ્રોડ્યુસરે નોંધાવી ફરિયાદ, લગાવ્યા આ આરોપ; જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,10 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

ગુરૂવાર

ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલી ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. ફિલ્મ નિર્માતા સેમ ફર્નાન્ડિસે આદિત્ય પંચોલી પર દુર્વ્યવહાર, ધમકી અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. સેમ ફર્નાન્ડિઝે મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં આદિત્ય પંચોલી વિરુદ્ધ હોટલમાં કથિત રીતે દુર્વ્યવહાર, ધમકી અને મારપીટ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પોલીસે જણાવ્યું કે આદિત્ય પંચોલીએ પણ ક્રોસ ફરિયાદ નોંધાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેમ ફર્નાન્ડિસ આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ સાથે ફિલ્મ બનાવવા માંગતા હતા.

 

સેમના કહેવા પ્રમાણે, 'સૂરજ પંચોલી સાથેની ફિલ્મની જાહેરાત વર્ષ 2019માં કરવામાં આવી હતી. તેણે 12 દિવસ સુધી શૂટિંગ પણ કર્યું. જો કે, આ પછી લોકડાઉન થયું અને પરિસ્થિતિ બદલાઈ ગઈ. ફિલ્મમાં રોકાણ કરનારા પણ સૂરજ સાથે ફિલ્મ કરવા બિલકુલ તૈયાર નહોતા. મેં આ મામલે સૂરજ પંચોલીને કહ્યું કે શું હું અન્ય કોઈ અભિનેતા સાથે ફિલ્મ બનાવી શકું? આ ફિલ્મ એક હેવીવેઇટ બોક્સરની બાયોપિક છે. આદિત્યએ કહ્યું કે તે સૂરજને ફિલ્મમાં રાખવા માટે પૈસાની વ્યવસ્થા કરી શક્યો નથી. ફિલ્મનું બજેટ 25 કરોડ રૂપિયા છે.

લતા મંગેશરને એક દિવસ બાદ શ્રદ્ધાંજલિ આપવા બદલ ઐશ્વર્યા રાય સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ, યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા; જાણો વિગત

સેમના કહેવા પ્રમાણે, 'આદિત્યએ મને હોટેલમાં બોલાવ્યો અને કહ્યું કે તે મને મળવા માંગે છે. હું ગયો ત્યારે રૂમમાં ઘણા લોકો હતા. આવી સ્થિતિમાં અમે કોરિડોરમાં વાત કરી છે. મને કહ્યું કે મારે તેના પુત્રને ફિલ્મમાં લેવા જોઈએ, તે ફરીથી ફિલ્મ બનવા દેશે નહીં.'સેમ આખરે કહે છે કે, 'તેણે દુર્વ્યવહાર કર્યો અને મુક્કો માર્યો. જ્યારે હું જતો હતો ત્યારે તેણે મને પાછળથી લાત મારી. જે બાદ હું સીધો પોલીસ સ્ટેશન ગયો અને તેની સામે ફરિયાદ નોંધાવી.

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version