Site icon

ઑગસ્ટ મહિનામાં ઘણી હિન્દી ફિલ્મો થિયેટર અને ઑનલાઇન રિલીઝ થવાની હરોળમાં; જાણો એ ફિલ્મો વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 3 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

ઑગસ્ટ મહિનો એટલે તહેવારોનો મહિનો. આ મહિનો ફિલ્મો માટે પણ મહત્વનો બનવાનો છે, કેમ કે ઘણી ફિલ્મો આ મહિનામાં રિલીઝ થવાની છે. આવો જાણીએ એ ફિલ્મો કઈ છે.

અતરંગી રે

અક્ષયકુમાર, સારા અલી ખાન અને ધનુષને ચમકાવતી ફિલ્મ અતરંગી રે ૬ ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ. રાયે કર્યું છે.

ડાયલ ૧૦૦

આ ફિલ્મ 6 ઑગસ્ટે ઝી પર રિલીઝ થશે. આ ફિલ્મમાં મનોજ બાજપાઈ એક ઇમર્જન્સી કૉલ ઑપરેટરની ભૂમિકા ભજવી રહ્યો છે. મનોજ બાજપાઈ ઉપરાંત આ ફિલ્મમાં નીના ગુપ્તા અને સાક્ષી તન્વર જોવા મળશે.

શેર શાહ

પરમવીરચક્ર વિજેતા વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી રહેલા સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ શેર શાહ’ 12 ઑગસ્ટે ઍમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. કિયારા અડવાણી આ ફિલ્મમાં તેની મંગેતરની ભૂમિકામાં જોવા મળશે.

ભુજ – ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા

ભારતીય વાયુસેનાના એક જાંબાઝ અધિકારી વિજય કર્ણીકની કહાની પર આધારિત ભુજ – ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા 13 ઑગસ્ટના રોજ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત સંજય દત, સોનાક્ષી સિંહા, નુરા ફતેહી જોવા મળશે.

અમિતાભ બચ્ચન તેમની એક પોસ્ટને લઈને થયા જબરજસ્ત ટ્રોલ; જાણો વિગત

Today’s Horoscope : આજનો દિવસ: ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Exit mobile version