ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
04 નવેમ્બર 2020
પોતાના ફોટોસ અને વીડિયોને કારણે હમેશાં ચર્ચામાં રહેતી અભિનેત્રી પૂનમ પાંડે ફરી એકવાર મુશ્કેલીઓમાં ઘેરાઈ ગઈ છે. હાલમાં જ પૂનમ પાંડે ગોવામાં શૂટિંગ કર્યા બાદ મુંબઈ પરત આવી છે. ત્યારે તેની સામે ગોવામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
હકીકતમાં ગોવા ફોરવર્ડ પાર્ટીની મહિલા વિંગે પૂનમ પાંડે વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરાવી છે, જેમાં તેણે ગોવાના ચપોલી ડેમ પર અશ્લીલ વીડિયો શૂટ કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે ગોવાના કનાકોના પોલીસ સ્ટેશનમાં પણ એક અજાણ્યા વ્યક્તિ સામે FIR દાખલ કરી આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે એક્ટ્રેસ પૂનમ પાંડેનો અશ્લીલ વીડિયો શૂટ કર્યો છે.
આપને જણાવી દઈએ કે, આ પહેલાં ગોવામાં પૂનમ પાંડેએ પોતાના પતિ સેમ બોમ્બે સામે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ સેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, પૂનમ અને સેમ વચ્ચે સમાધાન થઈ ગયું હતું અને અત્યારે બંને સાથે છે.