News Continuous Bureau | Mumbai
Kesari Chapter 2: પશ્ચિમ બંગાળની શાસક પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ બોલીવૂડ ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’ના નિર્માતાઓ સામે ગંભીર આરોપ લગાવ્યો છે. પાર્ટીનો દાવો છે કે ફિલ્મમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં બંગાળના યોગદાનને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે. આ મામલે વિધાનગર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફિલ્મના સાત પ્રોડ્યુસર્સ સામે ભારતીય ન્યાય સંહિતા ની વિવિધ કલમો હેઠળ FIR નોંધાઈ છે
આ સમાચાર પણ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashmah: અસિત કુમાર મોદી એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ટીઆરપી ને લઈને કર્યો ખુલાસો
ફિલ્મમાં ક્રાંતિવીરોના નામો અને ઓળખ સાથે ચેડાં
TMCના નેતાઓનું કહેવું છે કે ‘કેસરી 2’માં બંગાળના મુખ્ય ક્રાંતિવીરો જેમ કે ખુદીરામ બોઝ (Khudiram Bose) અને બારિન્દ્રકુમાર ઘોષ (Barindra Kumar Ghosh)ને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. ખુદીરામ બોઝને ‘ખુદીરામ સિંહ’ તરીકે અને બારિન્દ્રકુમાર ઘોષને ‘અમૃતસરના બીરેનદ્રકુમાર’ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. TMCના નેતા ઓ એ આ મુદ્દે પાર્ટી મુખ્યાલયમાં પત્રકાર પરિષદ યોજી હતી.
Anti-bengali filmakers of Kesari Chapter 2 have altered the names of famous Bengali freedom fighters Khudiram Bose and Barin Ghosh in the movie.
An FIR has been lodged against them at Bidhannagar Police Commissinerate for altering their names to Khudiram Singh and Barin Kumar. pic.twitter.com/wnJK870xN5
— Saradsree Ghosh (@TheSavvySapien) June 18, 2025
મમતા બેનર્જીએ ફિલ્મનું નામ લીધા વિના નિર્માતાઓની ટીકા કરી અને આરોપ લગાવ્યો કે તેઓ BJP સાથે મળીને બંગાળના ક્રાંતિવીરોના યોગદાનને ઓછું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. TMCના નેતાઓએ કહ્યું કે આ માત્ર ભૂલ નથી, પણ બંગાળના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસને ભૂંસવાનો ષડયંત્ર છે. તેમણે સેન્ટ્રલ સેન્સર બોર્ડ (Censor Board)ની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા છે
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)