News Continuous Bureau | Mumbai
Shahrukh khan and Deepika Padukone: રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બોલીવૂડ સ્ટાર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ સહિત 6 લોકો સામે FIR નોંધાઈ છે. આ કેસ એક ગ્રાહક દ્વારા દાખલ કરવામાં આવ્યો છે, જેમણે 2022માં 24 લાખની કાર ખરીદી હતી. કારમાં મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હોવા છતાં કંપનીએ કોઈ સુધારો કર્યો નહીં. ગ્રાહકે આરોપ લગાવ્યો છે કે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શાહરુખ અને દીપિકા ખામીયુક્ત કાર નું પ્રમોશન કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોર્યા.
આ સમાચાર પણ વાંચો : Shilpa Shetty: શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ઘરમાં આ વર્ષે નહીં ઉજવાય ગણેશ ચતુર્થી, અભિનેત્રી એ જણાવ્યું કારણ
FIRમાં IPC અને BNS ની અનેક ગંભીર કલમો લાગુ
મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી FIRમાં IPC કલમ 420 (છેતરપિંડી), 406 (વિશ્વાસઘાત), 120B (સાથે મળીને ગુનો કરવો) અને BNS કલમ 312, 318, 316, 61 લાગુ કરવામાં આવી છે. કોર્ટના આદેશ બાદ પોલીસ તપાસ શરૂ કરી છે.ગ્રાહક એ જણાવ્યું કે કારમાં એવી ખામી હતી કે એક્સિલેરેટર દબાવતાં RPM તો વધે પણ સ્પીડ ન વધે અને કાર વાઇબ્રેટ કરે. ડીલરે આ ખામી સુધારવાની જગ્યાએ સલાહ આપી કે કારને એક કલાક માટે ઉભી રાખીને 2000 RPM પર ચલાવો. આ ખામીના કારણે પરિવારના જીવને પણ જોખમ થયું.
FIR filed against Shah Rukh Khan & Deepika Padukone over Hyundai car fraud case; 6 others also named.#Hyundai pic.twitter.com/UxqAhfBxIi
— The Tatva (@thetatvaindia) August 26, 2025
ગ્રાહક એ આરોપ લગાવ્યો છે કે શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ખામીયુક્ત કાર નું પ્રમોશન કર્યો, જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. FIRમાં બંને સ્ટાર્સના નામ છે, જોકે તેઓ કંપનીના સીધા કર્મચારી નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)