Site icon

Munawar faruqui: ડોંગરી માં મુનાવર ફારુકી નું સ્વાગત કરવું ચાહકો ને પડ્યું ભારે, આ મામલે નોધાઈ એફઆઈઆર

Munawar faruqui: બિગ બોસ ની ટ્રોફી જીત્યા બાદ મુનાવર ડોંગરી ગયો હતો. અહીં તેનું ચાહકો એ ભવ્ય સ્વાગત કર્યું હતું પરંતુ હવે ચાહકો નું તેનું સ્વાગત કરવું ભારે પડ્યું છે હવે તેમની વિરુદ્ધ પોલીસે એફઆઈઆર નોંધી છે.

FIR lodge against munawar faruqui fan for using drone

FIR lodge against munawar faruqui fan for using drone

News Continuous Bureau | Mumbai 

Munawar faruqui:  મુનાવર ફારુકી બિગ બોસ 17 નો વિજેતા બન્યો છે. બિગ બોસ ની ટ્રોફી જીત્યા બાદ મુનાવર ડોંગરી ગયો હતો. ડોંગરી માં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુનાવર ને જોવા ઘણી ભીડ એકઠી થઇ હતી. હવે મુંબઈ ના ડોંગરી વિસ્તારની પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ડ્રોન ઓપરેટર સામે એફઆઈઆર નોંધી છે, જે  મુનાવર ફારુકીના વિજયની ઉજવણી ને શૂટ કરી રહ્યો હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Mannara chopra: મુનાવર ફારુકી ના કિસિંગ સ્ટેટમેન્ટ પર ગુસ્સે થઈ મન્નારા ચોપરા, બિગ બોસ 17 ના વિજેતા પાસે કરી આવી માંગણી

મુનાવર ફારુકી ના ચાહક વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર 

મુનાવર ફારુકી મુંબઈના ડોંગરીનો રહેવાસી છે. જયારે તે બિગ બોસ ના ઘરમાં હતો ત્યારે તેને કહ્યું હતું કે તે આ ટ્રોફી ને ડોંગરી લઇ જશે. બિગ બોસ ની ટ્રોફી જીત્યા બાદ તે જયારે ડોંગરી ગયો ત્યારે તેના ચાહકો એ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ દરમિયાન મુનાવર ને જોવા તેના ચાહકો ની ભીડ એકઠી થઇ હતી. આ ક્ષણ ને કેમેરા માં કેદ કરવા ડ્રોન નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિશે એક વ્યક્તિ એ પોલીસ ને જાણ કરી હતી. જ્યારે પોલીસને આ અંગે માહિતી મળી તો તેમણે જે આ ડ્રોન ચલાવી રહ્યું હતું તેની પૂછપરછ કરી. જેમાં સામે આવ્યું કે તે વ્યક્તિ એ ડ્રોન ચલાવવા માટે પ્રશાસન પાસેથી પરવાનગી લીધી નહોતી. આ મામલે પોલીસે તાત્કાલિક તે ઓપરેટર સામે ગુનો નોંધ્યો હતો.

 

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version