News Continuous Bureau | Mumbai
Shreyas talpade and Alok nath: શ્રેયસ તલપડે અને આલોક નાથ ની મુશ્કેલી માં વધારો થયો છે. બંને બોલિવૂડ સ્ટાર્સ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.આ FIR હરિયાણાના સોનીપત જિલ્લાના એક રહેવાસી દ્વારા મુર્થલ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. આ વ્યક્તિ એ દાવો કર્યો છે કે ઇન્દોર (મધ્યપ્રદેશ) માં નોંધાયેલ માનવ કલ્યાણ ક્રેડિટ સહકારી સોસાયટી 50 લાખથી વધુ લોકોના કરોડો રૂપિયા લઈને ભાગી ગઈ છે. ફરિયાદી એ એમ પણ કહ્યું કે શ્રેયસ તલપડે અને આલોક નાથે આ કંપનીને પ્રમોટ કરી હતી. તેમજ સોનુ સૂદ આ કંપનીના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Chhava trailer: છાવા નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, 2 કલાક માં મળ્યા અધધ આટલા વ્યૂઝ
શ્રેયસ તલપડે અને આલોક નાથ વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર
ફરિયાદી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, આ કંપનીએ 6 વર્ષ સુધી લોકો પાસેથી પૈસા એકત્રિત કર્યા. કંપનીએ લોકોને વચન આપ્યું હતું કે જો તેઓ ફિક્સ્ડ ડિપોઝિટ સહિત અન્ય માધ્યમો દ્વારા કંપનીમાં નાણાંનું રોકાણ કરશે તો તે વધુ વળતર આપશે. કંપની એ શરૂઆતમાં કેટલાક લોકોને પૈસા પણ આપ્યા. પરંતુ હવે કંપની લોકોના પૈસા પરત કરવામાં ખચકાટ અનુભવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ મીડિયા શ્રેયસ તલપડે અને આલોક નાથ એ આ સોસાયટીની રોકાણ યોજનાઓને પ્રોત્સાહન આપ્યું હતું, જ્યારે કે સોનુ સૂદે પણ તેના એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી
Actors Shreyas Talpade, Alok Nath & 11 others booked in Haryana ‘multi-level marketing’ scam case
Sushil Manav @sushilmanav reports for ThePrinthttps://t.co/tst3b98xKo
— Shekhar Gupta (@ShekharGupta) January 23, 2025
હવે રોકાણકારો એ છેતરપિંડીનો આરોપ લગાવતા પોલીસમાં FIR નોંધાવી છે. પોલીસે શ્રેયસ તલપડે અને આલોક નાથ સહિત ૧૩ લોકો સામે કલમ ૩૧૬(૨), ૩૧૮(૨), (૪) બીએનએસ હેઠળ કેસ નોંધ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)