KBC15: કરોડપતિ બન્યા બાદ પણ જસકરણને છે આ વાતનો અફસોસ, અમિતાભ બચ્ચન ના સ્વભાવ વિશે કહી આવી વાત

first crorepati jaskaran singh has this regret reveals how amitabh bachchan nature

first crorepati jaskaran singh has this regret reveals how amitabh bachchan nature

News Continuous Bureau | Mumbai 

KBC15: રિયાલિટી ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ને સીઝન 15નો પહેલો કરોડપતિ મળ્યો છે. સ્પર્ધક જસકરણ સિંહ(Jaskaran Singh) 1 કરોડ રૂપિયાની રકમ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. પંજાબ નો રહેવાસી 21 વર્ષના જસકરણ ખાલરાએ શો જીત્યા બાદ હોટસીટ પર બેસવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. જસકરણે એમ પણ કહ્યું કે કરોડપતિ બન્યા પછી પણ તેને એક વાતનો અફસોસ છે.

જસકરણે વ્યક્ત કર્યો અફસોસ

જસકરણે મીડિયા ને કહ્યું, “હું છેલ્લા 4 વર્ષથી KBCમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો છું, અને હંમેશા વિચારતો હતો કે જ્યારે મને શોમાં આવવાની તક મળે ત્યારે કેવું લાગશે. જ્યારે પણ કોઈ 1 કરોડ જીતે છે ત્યારે હું આ ક્ષણ ઘણી વખત રિપીટ કરીને જોતો હતો. આશા હતી કે એક દિવસ હું પણ 1 કરોડ રૂપિયા જીતી જઈશ. આખરે મારી કલ્પના વાસ્તવિકતામાં ફેરવાઈ ગઈ અને મેં 1 કરોડ રૂપિયા જીત્યા. પણ જો 7 કરોડનો(7 crocre) પ્રશ્ન મેં અટેન્ડ કર્યો હોત તો મારા થી વધુ કોઈ ખુશ ના હોત.

આ સમાચાર પણ વાંચો : Mumbai Property Tax : મુંબઈમાં પ્રોપર્ટી ટેક્સમાં આટલા ટકકાનો વધારો; મહાનગરપાલિકા તરફથી નવા નિયમોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી.. જાણો ક્યારથી આ નવા નિયમો લાગુ થશે.. 

જસકરણે શેર કર્યો અનુભવ

જસકરણે હોટ સીટ પર અમિતાભ બચ્ચનની(Amitabh Bacchan) સામે બેસવાનો પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. તેણે કહ્યું, “જ્યારે એપિસોડ શરૂ થયો, ત્યારે મને લાગ્યું કે તેણે શો શરૂ કરી દીધો છે, પરંતુ અમિતાભ સર હજુ આવ્યા નથી. પછી મેં તેમને દોડીને અદ્ભુત એન્ટ્રી લેતા જોયા. પછીની પાંચ મિનિટ સુધી હું ફ્રીઝ થઇ ગયો હતો અને સંપૂર્ણપણે બ્લેન્ક થઇ ગયો હતો. હું માની શકતો ન હતો કે હું તેમની સામે બેઠો હતો. હું મારી જાતને વારંવાર પૂછતો રહ્યો કે શું તે એ જ મેગા સ્ટાર છે કે જેને જોઈ ને હું મોટો થયો તેમને હું કેબીસી માં જોઈ રહ્યો છું’”

 જસકરણે અમિતાભ બચ્ચન વિશે કહી આ વાત

જસકરણે કહ્યું કે અમિતાભ બચ્ચન માટે તેને ખૂબ જ સન્માન છે. તે ઘણો મોટો સ્ટાર છે પરંતુ ક્યારેય કોઈને તેના સ્ટારડમનો અહેસાસ થવા દેતો નથી. સ્પર્ધકે કહ્યું, “તેની સાથે વાત કરતી વખતે, મને ક્યારેય એવું લાગ્યું નથી કે હું સદીના મહાન નાયક સાથે વાત કરી રહ્યો છું.” તે ખૂબ જ નમ્ર વ્યક્તિ છે અને તેણે મને ક્યારેય એવું અનુભવ્યું નથી કે તે આટલો દિગ્ગજ અભિનેતા છે. તમને જણાવી દઈએ કે શો દરમિયાન જસકરણ અને અમિતાભ બચ્ચન વચ્ચે ઘણી રસપ્રદ વાતો થઈ હતી.

Exit mobile version