Kapil Sharma Cafe: કપિલ શર્માના કેનેડા સ્થિત કેફે પર ફાયરિંગ બાદ ટિમ એ આપ્યું ઓફિશિયલ સ્ટેટમેન્ટ, હુમલા ને લઈને કહી આવી વાત

Kapil Sharma Cafe: ખાલિસ્તાનીઓ દ્વારા હુમલા ના અહેવાલો વચ્ચે, કપિલ શર્માના 'કેપ્સ કેફે' એ હિંસા સામે ઝૂકવાનો ઇનકાર કર્યો અને સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો.

by Zalak Parikh
First Official Statement After Firing at Kapil Sharma Cafe

News Continuous Bureau | Mumbai

Kapil Sharma Cafe: કપિલ શર્માના કેનેડા માં આવેલા કેફે માં થયેલી ફાયરિંગની ઘટના પાછળ ખાલિસ્તાનીઓનો  હાથ હોવાની વાત સામે આવી રહી છે. આ ઘટના બાદ કેફે  તરફથી પહેલું ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ હિંસા સામે ઝૂકશે નહીં. આ ઘટનાથી કેફે ચલાવનારાઓ ભયભીત છે, પરંતુ તેમનું કહેવું છે કે તેઓ હાર માનશે નહીં અને હિંસા ની વિરુદ્ધ  છે. કેફે  દ્વારા તેમની ઇન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ  શેર કરવામાં આવી છે, જેમાં ગોળીબારની ઘટના બાદ મેસેજ અને ડીએમ દ્વારા સપોર્ટ કરનારા તમામ લોકોનો આભાર  માનવામાં આવ્યો છે. સાથે જ કેનેડા પોલીસનો પણ આભાર  વ્યક્ત કરાયો છે.

આ સમાચાર પણ વાંચો : Border 2: બોર્ડર 2 સેટ પર થી દિલજિત દોસાંઝ એ શેર કર્યો વિડીયો, આ ફિલ્મમાં એન્ટ્રી ને લઈને આપ્યો સંકેત

કેપ્સ કેફે તરફથી ભાવુક સ્ટેટમેન્ટ 

કેફે  દ્વારા તેમની ઇન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ માં લખ્યું છે, “અમે આ આશા સાથે ‘કેપ્સ કેફે’ ખોલ્યું હતું કે કોફી  અને મિત્રતાભરી વાતચીતથી હૂંફ, સમુદાય અને ખુશીઓને પ્રોત્સાહન આપીશું. હિંસાથી  આ સ્વપ્નને તોડવું હૃદયવિદારક છે. અમે આ આઘાતને સહન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.તમે લોકોએ જે સહાનુભૂતિ  બતાવી અને DM માં જે યાદો શેર કરી, તે તમે સમજી શકતા નથી કે તેનું કેટલું મહત્વ છે. કેફે  તમારા લોકોના વિશ્વાસને  કારણે જ છે. અમે હિંસા સામે મજબૂતીથી ઊભા રહીએ છીએ અને સુનિશ્ચિત કરીએ છીએ કે ‘કેપ્સ કેફે’  હૂંફ અને મળવા-મળવાની જગ્યા બની રહે. અમે બધા ‘કેપ્સ કેફે’  વાળા તરફથી તમારો આભાર, જલ્દી મળીએ છીએ, એક સારા આકાશ નીચે.”

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


એક અન્ય પોસ્ટમાં સરે પોલીસનો પણ આભાર  વ્યક્ત કરવામાં આવ્યો છે, જેમણે તાત્કાલિક કાર્યવાહી  કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More