News Continuous Bureau | Mumbai
ફેમસ ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા (director Ram gopal verma)મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. પ્રોડક્શન હાઉસના (production house)માલિક પાસેથી કથિત રીતે 56 લાખ રૂપિયા ઉછીના લીધા બાદ પૈસા પરત ન કરવા બદલ પોલીસે તેની સામે કેસ (police case)નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદના આધારે વર્મા વિરુદ્ધ મિયાપુર પોલીસ સ્ટેશનમાં (Miyapur police station)સંબંધિત IPC કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદી અનુસાર, રામ ગોપાલ વર્માએ વર્ષ 2020માં એક તેલુગુ ફિલ્મ 'દિશા'ના(Telugu film Disha) નિર્માણ માટે તેમની પાસેથી પૈસા ઉછીના લીધા હતા, પરંતુ બાદમાં તેણે પૈસા પરત કર્યા ન હતા. ફરિયાદીએ જણાવ્યું કે તે 2019માં એક કોમન ફ્રેન્ડ મારફતે રામ ગોપાલ વર્માને મળ્યો હતો.
ફરિયાદીએ આરોપ લગાવ્યો કે જાન્યુઆરી 2020ના પહેલા સપ્તાહમાં વર્માએ ફિલ્મના નિર્માણ માટે તેમની પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ તેણે ફરીથી 20 લાખ રૂપિયા ઉધાર આપવા વિનંતી કરી, જે 22 જાન્યુઆરી, 2020 ના રોજ ડિરેક્ટરને ચેક દ્વારા લોનના રૂપમાં આપવામાં આવી હતી. તે સમયે વર્માએ છ મહિનામાં રકમ ચૂકવી દેવાની ખાતરી આપી હતી. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે પછીથી ફેબ્રુઆરી 2020 ના બીજા સપ્તાહમાં, વર્માએ તેમની ફિલ્મ નિર્માણ માટે (film production) નાણાકીય જરૂરિયાતોને ટાંકીને વધુ 28 લાખ રૂપિયાની માંગણી કરી હતી.ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે ડિરેક્ટરની વાત માનીને વર્માને રૂ. 28 લાખ ફરીથી ટ્રાન્સફર (fund transfer) કરવામાં આવ્યા હતા. તે સમયે દિગ્દર્શકે વચન આપ્યું હતું કે તે ફિલ્મ 'દિશા'ની રિલીઝ પર અથવા તે પહેલાં 56 લાખ રૂપિયાની સંપૂર્ણ રકમ ચૂકવશે. ફરિયાદી અનુસાર, તેને જાન્યુઆરી 2021માં ખબર પડી કે વર્મા ફિલ્મ 'દિશા'ના નિર્માતા નથી. તેણે આરોપ લગાવ્યો હતો કે વર્માએ ખોટી લાલચ આપીને તેની પાસેથી આ પૈસા લીધા (fraud case) હતા.
આ સમાચાર પણ વાંચો :‘કભી ઈદ કભી દિવાળી’ માં શહનાઝ ગિલ પછી આ સ્ટાર્સની થઇ એન્ટ્રી, જાણો કોણ કયું પાત્ર ભજવશે
રામ ગોપાલ વર્મા સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 406 (વિશ્વાસનો ફોજદારી ભંગ), 417 (છેતરપિંડી માટે સજા), 420 (છેતરપિંડી) અને 506 (ગુનાહિત ધમકી માટે સજા) હેઠળ કેસ (faud case)નોંધવામાં આવ્યો હતો.