News Continuous Bureau | Mumbai
Gadar 2 : બોલિવૂડ અભિનેતા સની દેઓલ એ ધમાકેદાર વાપસી કરી છે.અભિનેતાની ગર્જના બોક્સ ઓફિસ પર ગુંજી રહી છે. સની પાજી ની તાજેતરની રિલીઝ થયેલી ગદર 2 પણ વર્ષ 2000ની જેમ ઈતિહાસ રચી રહી છે. 22 વર્ષ પછી રિલીઝ થયા બાદ પણ ફિલ્મના બીજા ભાગને ઘણો પ્રેમ મળી રહ્યો છે. અનિલ શર્માના ડાયરેક્શને ફરી એકવાર હિન્દી દર્શકો ને મંત્રમુગ્ધ કરી દીધા છે. સ્વતંત્રતા દિવસ પર ગદર 2 એ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે મંગળવારે 15 ઓગસ્ટે ઐતિહાસિક 53 કરોડની કમાણી કરી લીધી છે. હિન્દી સિનેમામાં આ એક ઈતિહાસ બની ગયો છે. સિનેમાના ઈતિહાસમાં આજ સુધી 15 ઓગસ્ટે રિલીઝ થયેલી કોઈ હિન્દી ફિલ્મે આટલી કમાણી કરી નથી.
આ સમાચાર પણ વાંચો : Yashica Dutt : વખાણ પછી વિવાદોમાં આવી ‘મેડ ઇન હેવન 2’, લેખકે મેકર્સ પર લગાવ્યો આ આરોપ
ગદર 2 એ કમાણી ના મામલે રચ્યો ઇતિહાસ
આઝાદીનો આ દિવસ ‘ગદર 2’ માટે ઐતિહાસિક દિવસ રહ્યો છે. આ ફિલ્મે રિલીઝના પાંચમા દિવસે બોક્સ ઓફિસ પર 55 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ગદર 2 એ શાહરૂખ ખાનની ‘પઠાણ’નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. મંગળવારના કલેક્શન બાદ ‘ગદર 2’નું અત્યાર સુધીનું કુલ કલેક્શન 228.58 કરોડ થઈ ગયું છે. એક અઠવાડિયામાં જ આ ફિલ્મ 200 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ગદર 2 વિશે વાત કરીએ તો ફિલ્મમાં અભિનેતા સની દેઓલ, અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા ગદરઃ એક પ્રેમ કથાને આગળ લઈ જાય છે. અનિલ શર્માએ તેનું નિર્દેશન કર્યું છે.